News of Thursday, 26th November 2026
વાસદ આશ્રમ ખાતે શ્રી શ્રી રવિશંકરજી સાથે રાજકોટના જાણીતા જ્યોતિષાચાર્ય રાજેન્દ્ર દ્વિવેદીની શુભેચ્છા મુલાકાત

રાજકોટ : રાજકોટના જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાષા નિષ્ણાત શ્રી રાજેન્દ્ર દ્વિવેદીએ તાજેતરમાં ‘આર્ટ ઓફ લિવિંગ'ના પ્રણેતા અને વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની તેમના વાસદ સ્થિત આશ્રમ ખાતે રૂબરૂ શુભેચ્છા મુલાકાત લીધી હતી. પ્રસંગે ‘આર્ટ ઓફ લિવિંગ' ગુજરાત એપેક્સ બોડીના પૂર્વ સભ્ય શ્રી નિલેશભાઈ ચંદારાણા તથા શ્રી અશોકભાઈ કાથરાણી તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન જ્યોતિષ અને વાસ્તુશાષા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આજના આધુનિક અને તણાવભર્યા સમયમાં લોકોના જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરવા તેમજ શાષાોક્ત માર્ગદર્શન દ્વારા માનસિક શાંતિ અને સમળદ્ધિ કેવી રીતે લાવી શકાય, તે વિષય પરરસપ્રદ વિચાર-વિમર્શ થયો હતો. તસ્વીરમાં જયોતિષ અને વાસ્તુશાષા વિષે શ્રી શ્રી રવિશંકરજી સાથે રાજકોટના જયોતિષ અને વાસ્તુ કન્સલ્ટન્ટ શ્રી રાજેન્દ્ર ખેલશંકર દ્વિવેદી (મો.૯૯૭૮૯ ૦૧૫૧૨) નજરે પડે છે.
(3:48 PM IST)










