News of Thursday, 16th July 2026
એસ.ટી. બસપોર્ટ વોલ્વો ડેપોના જવાબદારોની શાન ઠેકાણેઃ હવે નિરધારીત સમયે બંધ
રજૂઆતના પડધાનો સંતોષ વ્યકત કરતા ચંદ્રેશભાઇ રાઠોડ

રાજકોટ, તા.૧૬: રાજકોટના સિનિયર સામાજિક આગેવાન ચંદ્રેશભાઇ રાઠોડની યાદી માંજણાવાયુ છે કે લાંબા સમયથી રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે ૧૦ વાગ્યને બદલે પહેલા બંધ કરી દેવાતા હોવા અંગે રાજકોટના વિભાગીય નિયામક શ્રી એમ.પી રાજને આવેદનપત્ર સુપ્રત કરાયા બાદ મુખ્યમંત્રી સહિતનાને ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ ના જવાબદારોની શાન ઠેકાણે આવી ગઈ હતી. ગઇકાલે રાત્રે જ ૧૦ કલાક સુધી વોલ્વો વેઇટિંગ રૂમ ચાલુ રખાયો હતો. સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા હોવાનું યાદીના અંતમાં ચંદ્રેશભાઇ એમ. રાઠોડ (મો - ૯૮૨૪૫ ૭૦૯૦૩)એ જણાવ્યુ છે.
(2:39 PM IST)










