<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

જલારામ જન્‍મેત્‍સવ નિમિતે યોજાયેલ શોભાયાત્રાના ફ્‌લોટ્‍સ વિજેતાઓનું સન્‍માન

રાજકોટ : શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્‍મજયંતિ નિમિત્તે શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ રાજકોટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૨૫ જેટલા આકર્ષક ફ્‌લોટ્‍સ રજૂ કરાયા હતા. આ ફ્‌લોટ્‍સમાં વીરપુરધામની સુંદર પ્રતિકળતિ, ધાર્મિક ઝાંખીઓ, વિજ્ઞાનના લાઇવ ડેમોન્‍સ્‍ટ્રેશન, પૂજ્‍ય જલારામ બાપાના જીવંત પાત્રો તથા બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સંદેશાત્‍મક ફ્‌લોટ્‍સ વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણમા શ્રી પ્રવિણભાઇ કાનાબાર દ્વારા ફ્‌લોટ્‍સ સ્‍પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્‍યું હતું. ત્‍યારે ફ્‌લોટની વિશેષ માહિતી તથા સંચાલન અશોક હિંડોચા દ્વારા કરાયું હતુ. આભારવિધિ  રમણભાઈ કોટક દ્વારા કરવામાં આવેલ. જાહેર થયેલ પરિણામ મુજબ પ્રથમ ક્રમાંક - વોર્ડ નંબર ૮નો ફ્‌લોટ, વીરપુરધામની સુંદર પ્રતિકળતિ, હસ્‍તક અમિતભાઈ અઢિયા. દ્વિતીય ક્રમાંક - રઘુવંશી યુવા ગ્રુપ, વોર્ડ નંબર ૧૦ નો ફ્‌લોટ હસ્‍તક પરેશભાઈ તન્ના. તળતીય ક્રમાંક - બે વિજેતા ૧. પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્‍દ્ર - વિજ્ઞાનની પ્રતિકળતિ હસ્‍તક મિનેશભાઈ મેઘાણી. ૨. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્‍ટ - આકર્ષક ફ્‌લોટ. હસ્‍તક જયેશભાઈ ઉપાધ્‍યાય. ચોથો ક્રમાંક - વિશેષ પ્રોત્‍સાહન ઇનામ શ્રી રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી - પૂજ્‍ય જલારામ બાપાના દરબારના જીવંત પાત્રા હસ્‍તક રમણભાઈ કોટક. જીવંત પાત્રો સાથેના વિશેષ આકર્ષક ફ્‌લોટ્‍સ તદુપરાંત શોભાયાત્રામાં બાળકો અને જીવંત પાત્રો દ્વારા રજૂ કરવામાં આવેલા ફ્‌લોટ્‍સે પણ નગરજનોનું વિશેષ આકર્ષણ જમાવ્‍યું હતું. તેમાં ૧. લોહાણા મૈત્રી મહિલા મંડળ - જલારામ બાપાના જીવંત પાત્રો સાથેનો ફ્‌લોટ. હસ્‍તક અંજના હિંડોચા તથા દીપ્તિબેન કકડ. ૨. જેમ્‍સ ચિલ્‍ડ્રન ક્‍લબ - જીવંત પાત્રો સાથેનો ફ્‌લોટ. હસ્‍તકઃ હીનાબેન પોપટ. ૩. રઘુવંશી ફ્રેન્‍ડ્‍સ ચિલ્‍ડ્રન ક્‍લબ, વોર્ડ નંબર ૧ - જીવંત પાત્રો સાથેનો ફ્‌લોટ. હસ્‍તકઃ જાગળતિબેન ખીમાણી. ૪. વોર્ડ નંબર ૧૮નો ફ્‌લોટ -જલારામ બાપા વીરબાઈ માંના લાઇવ પાત્રો નો ફ્‌લોટ હસ્‍તકઃ સોનલબેન સોમૈયા. ૫. એઆરજીએસ સંસ્‍થાનો વિવિઘ જીવંત પાત્રો સાથેનો ફ્‌લોટ - હસ્‍તક સંજયભાઈ પોપટ,  હિતેન્‍દ્રભાઈ વડેરા, કિશનભાઈ કોટક તથા હેતલબેન સેજપાલ. ૬. લોહાણા યુવક પ્રગતિ મંડળ રાજકોટ - હરતું-ફરતું અન્નક્ષેત્ર રથ. આ રથ મારફતે શોભાયાત્રામાં જોડાયેલા જલારામ ભક્‍તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ફ્‌લોટ્‍સ સ્‍પર્ધામાં નિર્ણાયક તરીકે પૂર્વ ડેપ્‍યુટી મેયર તથા રઘુવંશી મહિલા અગ્રણી શ્રીમતી જશુબહેન વશાણીએ સેવા આપી હતી.  જે બદલ તેમનું વિશેષ અભિવાદન અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.  સહયોગ આપનાર સર્વેનો આભાર વ્‍યકત કરાયો હતો.

(3:36 PM IST)