<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

રાત્રે ખાણી-પીણીના વેપારીઓ દ્વારા સ્‍વચ્‍છતા કેવી છે ? તુષાર સુમેરા ફરી વળ્‍યા

મહિલા કોલેજ અંડરબ્રિજથી એરપોર્ટ રોડ સુધી તુષાર સુમેરાનું સરપ્રાઈઝ ચેકિંગ : ખાણી-પીણીના ધંધાર્થીઓની ડસ્‍ટબિનથી કચરાના નિકાલ સુધીની વ્‍યવસ્‍થા ચકાસી : જાહેરમાં ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહીનો સંકેત

રાજકોટ, તા., રપઃ ‘સ્‍વચ્‍છતા હી સેવા' અભિયાનને વધુ અસરકારક બનાવવા રાજકોટ મહાનગરપાલિકાએ હવે રાત્રિના સમયે ધમધમતા ખાણી-પીણીના વિસ્‍તારો પર નજર કેન્‍દ્રિત કરી છે. મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રાત્રે શહેરના વિવિધ ધંધાર્થી વિસ્‍તારોમાં અચાનક પહોંચી સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થાની સઘન ચકાસણી કરતાં વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી.

રાજ્‍ય સરકાર દ્વારા તા. ૧૭ સપ્‍ટેમ્‍બરથી તા. ૧૭ આઙ્ઘક્‍ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્‍પ અભિયાન' અંતર્ગત ‘સ્‍વચ્‍છતા હી સેવા' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્‍વચ્‍છતા અને જનજાગળતિની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહિલા કોલેજ અંડરબ્રિજથી કિશાનપરા ચોક, બાલભવન ચોક તેમજ રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફના માર્ગ પર આવેલા વિવિધ ધંધાર્થીઓની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ખાસ કરીને ખાણી-પીણીના ધંધાર્થીઓના સ્‍થળે ડસ્‍ટબિનની સુવિધા છે કે કેમ, રોડ પર કચરો અને ગંદકી ફેલાય છે કે નહીં તેમજ એકત્રિત કચરાનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં આવે છે કે કેમ તેની સ્‍થળ પર તપાસ કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન ધંધાર્થીઓને પોતાના વ્‍યવસાય સ્‍થળની આસપાસ ફરજિયાત સ્‍વચ્‍છતા જાળવવા, જાહેર માર્ગ પર કચરો ન ફેંકવા અને કચરાના નિયમિત તથા યોગ્‍ય નિકાલની વ્‍યવસ્‍થા કરવા સ્‍પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સરઙ્ઘાઈઝ ચેકિંગથી રાત્રિના સમયે ખાણી-પીણીનો વ્‍યવસાય કરતા અને સ્‍વચ્‍છતાના નિયમો પ્રત્‍યે બેદરકારી દાખવતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો.

મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્‍યું હતું કે, સમગ્ર દેશમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા' અભિયાન ચાલી રહ્યું છે ત્‍યારે સ્‍વચ્‍છતા માત્ર મહાનગરપાલિકાની જવાબદારી બની ન રહે, પરંતુ દરેક નાગરિકની સહભાગિતાથી જનઆંદોલન બને તે જરૂરી છે.

તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્‍યું હતું કે, આપણે જાહેર સ્‍થળોએ કચરો ન ફેંકીએ, ગંદકી ન કરીએ અને શહેરની સ્‍વચ્‍છતા જાળવવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહયોગ આપીએ. સૌના સહયોગથી આપણું રાજકોટ સ્‍વચ્‍છ અને સુંદર બની શકે છે.

‘સ્‍વચ્‍છ રાજકોટ'ના સંકલ્‍પને સાકાર કરવા મહાનગરપાલિકા દ્વારા દિવસ-રાત સફાઈ કામગીરી સાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ધંધાર્થી વિસ્‍તારોમાં આ પ્રકારની સરપ્રાઈઝ તપાસ ચાલુ રહેવાના સંકેતો મળ્‍યા છે.

(3:39 PM IST)