તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
ગોંડલ-શાપરમાં ગેરકાયદે બાયોડિઝલનો જંગી જથ્થો પકડાયોઃ ૧.૬૯ કરોડના મુદામાલ સાથે ત્રણ પકડાયા
૩ ટેન્કર, ૧.૨૦ લાખ લીટર શંકાસ્પદ જવલનશીલ પ્રવાહી કબ્જેઃ રેન્જ આઇજી નિર્લીપ્ત રાયની ટીમનો સપાટો

તસ્વીરમાં પકડાયેલા ત્રણેય ટેન્કરો અને ૩ ડ્રાઇવરો નજરે પડે છે.
રાજકોટ, તા. ર૮: ગોંડલ અને શાપર વેરાવળમાં રેન્જ આઇજી નિર્લીપ્તરાયની ટીમે દરોડો પાડી શંકાસ્પદ ૧.ર૦ લાખ લીટર બાયોડિઝલનો જથ્થો ભરેલા ત્રણ ટેન્કરો સાથે ત્રણ ડ્રાઇવરોને ૧.૬૯ લાખના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા પેટ્રોલ - ડિઝલની થયેલ અછતને અનુશંધાને કોઇ સંગ્રહખોરી ન કરે તેમજ તેજી અસર અનુશંધાને ગેરકાયદેસરની પ્રવળતિ ના આચરે તથા ભેળ-સેળ કરવાની પ્રવળતિ આચરતા ઇસમોને શોધી કાઢિ તેઓની વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા સ્ટાફ સાથે આવા ઇસમોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમનસોર્સનો ઉપયોગ કરી રહેલ હતા.
તે દરમ્યાન પીએસઆઇ બી.સી. મીયાત્રા તથા સ્ટાફના કુલદીપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, અતુલભાઇ ડાભી, શિવરાજસિંહ ઝાલા, દિવ્યેરભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, દિલીપસિહ સીંધવ તથા ફતેસંગ પરમારને મળેલ ચોકકસ હિકકત આધારે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ સીટી બી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ-ગુંદાળા રોડ ઉપર આવેલ સુર્યદિપ વેરહાઉસના ગ્રાઉન્ડ માંથી (૧) ડ્રા. પૃથ્વીસિહ શ્રવણસિહ રાવત રહે મુળ અમરગઢ રૂદલાઇ ખરવા અજમેર રાજસ્થાન વાળાને ટાટા ટેન્કર વાહન રજી નં- GJ-12-BY-૧૧૩૯ વાળા માં જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે ૩૫,૦૦૦/-લીટર (ર) ડ્રા. સંતોષકુમાર ગયાપ્રસાદ યાદવ રહે.મુળ ગમ્હા પોસ્ટ ખાનપુર જીલ્લો સુલતાનપુર ઉતરપ્રદેશ વાળાને અશોક લેલન ટેન્કર વાહન રજી નં- GJ-35-T-3423 વાળા માં જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે ૧૦,૦૦૦/-લીટરના શંકાસ્પદ જથ્થા સાથે ઝડપી લીધા હતા.
તેમજ શાપર વેરાવળ પો.સ્ટે. વિસ્તારના ખુલ્લા પટ માંથી (૩) ડ્રા. ખોડાભાઇ બાબુભાઇ વકાતર ઉ.વ.૪૯ રહે.વરણુ તા.રાપર જી.કચ્છ વાળાને ટાટા ટેન્કર વાહન રજી નં- GJ-12-BZ-1188 વાળા માં પીળાશ તથા લીલાશ પડતા રંગનુ જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતુ પ્રવાહીનો કુલ જથ્થો આશરે ૩૪,૦૦૦/-લીટરના શંકાસ્પદ જથ્થા સાથે મળી આવતા ઉપરોકત ત્રણે ડ્રાઇવરો ને ટ્રક - ૩ તથા ટાટા ટેન્કર રજી.નં- GJ-03-BW-0046 જવલનશીલ પેટ્રોલીયમ લીટર - ૭૫૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧,૬૯,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ સીઝ કરી ગોંડલ સીટી બી ડિવી. પો.સ્ટે. તથા શાપર (વે.) પો.સ્ટે. ખાતે સોંપી આપી જાણવા જોગ દાખલ કરી શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલો લેવડાવી એફ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
(2:31 PM IST)










