<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ગાંધીજીના વિચારોને જીવંત રાખવા ‘માનવ સાંકળ'

રાજકોટઃ વિશ્વગ્રામ સંસ્‍થા દ્વારા રાજકોટમાં ગાંધી પર્વ ઉજવાઈ રહ્યું છે. એના ભાગરૂપે સવારે ગાંધીજીનાં વિચારોને જીવંત રાખવા માટે માનવ સાંકળનું આયોજન થયું હતું. જેમાં રાજકોટની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ હોંશે હોંશે જોડાયા હતા. રાજકોટમાં ગાંધીજીનાં સ્‍મારક એવા રાષ્ટ્રીયશાળાથી માનવ સાંકળની શરૂઆત થઇ હતી અને કબા ગાંધીના ડેલામાં વિરમી હતી. ગાંધીજીના પાંચમી પેઢીએ વંશજ અને જાણીતા લેખિકા સોનલબેન પરીખ આ પ્રસંગે ઉપસ્‍થિત રહ્યા હતા. ખુલ્‍લી જીપમાં સોનલબેન, મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટનાં મેનેજીંગ ટ્રસ્‍ટી અલ્‍પનાબેન ત્રિવેદી, વિશ્વગ્રામનાં સંજયભાઈ, ઉદ્યોગભારતીનાં ચંદ્રકાંત પટેલ, જાણીતા વિજ્ઞાની ડો. જે.જે. રાવલ અને કુંડલીયા કોલેજના આચાર્ય યજ્ઞેશ જોશી સવાર થયા હતા.સૌરાષ્ટ્ર રચનાત્‍મક સમિતિના પ્રમુખ હિમતભાઈ ગોડા, ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલપતિ, ડો. અનામિક શાહ, વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઇ મહેતા વિશ્વગ્રામનાં તુલા  સંજય, ડો. કેશવ દેવ (વડોદરા), ડો. ઇન્‍દુબેન પટેલ, લોપા  શિતલ, નીતિનભાઈ ગઢિયા વિગેરે જોડાયા હતા. કાર્યક્રમનું કો-ઓર્ડીનેશન ભરતસિહ પરમાર તથા કેતન  નમ્રતા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(10:26 AM IST)