<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રેલનગરમાં પત્‍નિ દિકરાનું પરિણામ લેવા ગયા ને પતિએ આપઘાત કરી લીધો

રમેશભાઇ આંબલીયાએ ગળાફાંસો ખાઇ લીધોઃ અગાઉ કેન્‍સરનું ઓપરેશન કરાવેલુ હતું: પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧: રેલનગરમાં આપઘાતનો વધુ એક બનાવ બન્‍યો છે. શ્રી અંબેવીલા-૧ ગુલમહોર પ્‍લાઝા-૫૦૬ ખાતે રહેતાં રમેશભાઇ જીવરાજભાઇ આંબલીયા-પ્રજાપતિ (ઉ.વ.૫૦)એ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્‍મહત્‍યા કરી લીધી હતી.

બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ જાડેજા, કોન્‍સ. આકાશભાઇએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા રમેશભાઇ હેન્‍ડલૂમના શો રૂમમાં નોકરી કરતાં હતાં. બે વર્ષ પહેલા તેમને કેન્‍સરનું નિદાન થતાં ઓપરેશન કરાવેલુ હતું. તેઓ ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. આજે તેના દિકરા પ્રેમ કે જે ધોરણ-૬માં ભણે છે તેનું પરિક્ષાનું પરિણામ હોઇ રમેશભાઇના પત્‍નિ દિકરાને લઇ શાળાએ ગયા હતાં. પાછળથી રમેશભાઇએ આ પગલુ ભરી લીધુ હતું. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(3:17 PM IST)