<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

બિહાર ગયેલી પત્‍નિ સાથે ફોનમાં ઝઘડો થતાં પતિએ માલગાડી હેઠળ કુદી આપઘાત કર્યો

કોઠારીયા ગુલાબનગરમાં રહેતો મુળ બિહારનો સત્‍યનારાયણ બીન કારખાનામાં મજૂરી કરતો હતોઃ ચાર સંતાને પિતાની છત્રછાછંયા ગુમાવી

 

રાજકોટ તા. ૨: કોઠારીયા સાઇબાબા સર્કલ નજીક ગુલાબનગર-૪માં રહેતાં સત્‍યનારાયણ સિંગાસન બીન (ઉ.વ.૩૧) નામના યુવાન યુવાનેરાતે અગીયારેક વાગ્‍યે માલધારી ફાટક નજીક માલગાડી નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

અજાણ્‍યો યુવાન ટ્રેન હેઠળ કપાઇ ગયાની જાણ થતાં આજીડેમ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ શરૂ કરતાં મૃતકની ઓળખ સત્‍યનારાયણ બીન તરીકે થઇ હતી. આ યુવાન ગુલાબનગરમાં રહેતો હોઇ તેના સગાને જાણ કરાઇ હતી. આપઘાત કરનાર યુવાન મુળ બિહારનો વતની હતો અને ત્રણ ભાઇ તથા ત્રણ બહેનમાં નાનો હતો. તેને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે.

હાલમાં તેની પત્‍નિ વતન બિહાર ગઇ છે. રાતે પત્‍નિ સાથે કોઇ વાતે મોબાઇલ ફોનમાં વાતચીત વખતે ઝઘડો થયા બાદ તે ઘરેથી નીકળી ગયો હતો અને બાદમાં ટ્રેન હેઠળ પડતું મુકી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર યુવાન કારખાનામાં મજુરી કરતો હતો. તેના સગાને બિહાર ખાતે જાણ કરાઇ હતી.

(3:55 PM IST)