<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

કલેકટર આકરા પાણીએઃ ૬ પાર્ટીને શરતભંગ સબબ ૮૫ લાખ આસપાસનો દંડઃ સાંજ સુધીમાં ચૂકાદા

કિડની હોસ્‍પિટલ સામે ખેતીના આકાર સ્‍પોર્ટસ સંકુલ ઉભુ કરી દિધાનું ખૂલ્‍યું..

રાજકોટ, તા.૨૧: રાજકોટજીલ્લા કલેકટર ડો. પ્રભવ જોષીએ મહેસૂલ-અપીલના ધડાધડ કેસો ચલાવ્‍યા બાદ રાજકોટ શહેર-જીલ્લામાં જે તે હેતુ માટે સરકારી જમીન મેળવનાર અને હેતુફેર કરાવ્‍યા વગર કોર્મશીયલ, રહેણાંક, કે ઓૈદ્યોગિક ઉપયોગ કરનાર જમીન આસામીઓના કેસો ચલાવી ૬ જેટલી પાર્ટીને ઝપટે લીધી હોવાનું કલેકટર કચેરીના ટોચના સુત્રોએ ઉમેર્યુ હતું. કલેકટરે કેસો ચલાવી તમામ કેસો ઠરાવ ઉપર લઇ લીધા છે. જેમાં યુનિ,રોડ ઉપર કિડની હોસ્‍પિટલ પાસે અંદાજે ૪ાાથી૫ એકર ખેતીની આકારની જમીનમાં આખુ સ્‍પોર્ટસ સંકુલ ઉભુ કરી દિધાનું અને શરતભંગ માની ૨૫ થી ૨૮ લાખ આસપાસનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પૂર્વ વિસ્‍તારના ૫ હજાર ચો.મી.ના જમીનના કિસ્‍સામાં પણ હેતુસર-શરતભંગ હોય ૪૦ થી ૪૫ લાખ આસપાસનો દંડ થઇ રહયાનું નોંધનીય છે. અન્‍ય ૩ થી૪ કેસમાં પણ લાખોનો દંડ ગણી અંદાજે ૮૨ થી ૮૫ લાખનો દંડ થઇ રહયાનું અને કલેકટર દ્વારા સાંજ સુધીમાં ચૂકાદા આવી રહયાનું સાધનો ઉમેરી રહયા છે

(3:49 PM IST)