News of Saturday, 21st November 2026
એવો ટોર્ચર કર્યો છે કે તહેવારમાં મોટુ પગલુ ભરું છું...પ્રેમિકા, તેની માતા-ભાઇના ત્રાસથી નયન મરી જવા મજબૂર થયો હતો
પુનિતનગરમાં ૧૭ દિવસ પહેલા આદીપુરના યુવાને કરેલા આપઘાતમાં સ્યુસાઇડ નોટ પરથી ચોંકાવનારી વિગતો ખુલી : આઇટીઆઇમાં સાથે અભ્યાસ બાદ શ્રધ્ધા સાથે પરિચય-પ્રેમ થતાં નયને સગાઇ પણ તોડી નાંખી હતીઃ શ્રધ્ધાની માતા દેવકીબેન પાસેથી લીધેલા પૈસા પાછા ન આપી શકતાં ત્રાસ ગુજારાતો હતોઃ તાલુકા પોલીસે શ્રધ્ધા, તેના માતા દેવકીબેન રામાનુજ, ભાઇ આયુષ અને પરિચીત અવદીપ સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા.૨૧: શહરેના ગોડલ રોડ પુનિતનગરમાં સત્તર દિવસ પહેલા મુળ ગાધીધામના નયન રાજેશભાઇ ગરવા (ઉ.વ.૧૯) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં તેણીને પ્રેમિકા, પ્રેમિકાની માતા, ભાઇ અને તેના એક ઓળખીતા એમ ચાર જણાએ પૈસા બાબતે અત્યંત ત્રાસ આપી મારકુટ કરી મેન્ટલી ટોર્ચર કરતાં તે મરી જવા મજબૂર થયાનું ખુલ્યું છે. તેણે લખેલી સ્યુસાઇડ નોટને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ગાંધીધામના આદીપુર ખાતે રહેતાં રાજેશભાઇ વીરજીભાઇ ગરવા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રાજકોટના દેવકીબેન વાસુદેવ સાધુ, તેની દિકરી શ્રધ્ધા વાસુદેવ રામાનુજ, દિકરો આયુષ વાસુદેવ રામાનુજ ઉર્ફે લાલો અને તેના ઓળખીતા અવદીપ બસીયા વિરૂધ્ધ ફરિયાદી રાજેશભાઇના દિકરા નયનને આપઘાતી દુષ્પ્રેરણા આપી મરી જવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કર્યો છે. રાજશેભાઇ ગરવા આદીપુરમાં પરિવાર સાથે રહી ગેસ ચુલા રીપેરીંગનું કામ કરે છે. તેમને સંતાનમાં એક દિકરો અને બે દિકરી પૈકી મોટો દિકરો નયન (ઉ.વ.૧૯) હતો. નયન ધોરણ-૧૦ સુધી ભણેલો હતો.
ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૨૪માં ગાંધીધામમાં તે આઇટીઆઇ કરતો હતો. તે વખતે શ્રધ્ધા રામાનુજ નામની છોકરી સાથે તેનો કોન્ટેક્ટ થયો હતો. એક દિવસ નયન આઇટીઆઇમાંથી પ્રવાસમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ શંકા જતા પરિવારે તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે તે શ્રદ્ધા સાથે ફરવા સોમનાથ સહિતના સ્થળે ગયો હતો. સંપર્ક ન થતા આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ લખાવવામાં આવી હતી અને ત્યારબાદ નયન તથા શ્રદ્ધા આદિપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. શ્રદ્ધાના પિતા વાસુદેવ રામાનુજ છે અને તેઓ બાનીયારી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પરિવાર નયનને ઘરે લઈ આવ્યો હતો અને શ્રદ્ધાને તેની માતા દેવકી વાસુદેવ સાધુને સોંપી હતી. બાદમાં નયનની સગાઈ કુંભારડી ગામ, તા. ભચાઉ ખાતે રહેતી યુવતિ સાથે કરવામાં આવી હતી અને છ મહિના સગાઈ રાખવામાં આવી હતી.
આશરે ૧૪ મહિના પહેલા નયન ઘરેથી કશું કહ્યા વગર નીકળી ગયો હતો અને થોડા મહિના બાદ ફોન કરીને તેણે પોતે રાજકોટ રહેવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પરિવાર રાજકોટ આવતો ત્યારે નયન મળતો, પરંતુ કયાં રહે છે તે જણાવતો ન હતો. એકવાર તેણે શ્રદ્ધા રામાનુજ સાથે લગ્ન કરવા હોવાનું જણાવતા તેની સગાઈ તોડી નાખવામાં આવી હતી. ઘરેથી ગયા બાદ તે કયારેય ઘરે આવ્યો ન હતો, પરંતુ આશરે પાંચેક મહિના પહેલા અને બનાવના બે દિવસ પહેલા ઘરે આવ્યો હતો. તે સમયે તેણે પોતાના મકાનનું વાસ્તુ હોવાનું અને પોતાના લગ્ન હોવાનું કહીને ફરીથી રાજકોટ જવા નીકળી ગયો હતો.
દરમિયાન ગત તા. ૦૪/૧૧/૨૦૨૬ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવતા ફરિયાદી રાજેશભાઇ ગરવા, તેમના પત્નિ લક્ષ્મીબેન અને પિતા વીરજીભાઇ ગરવા સહિતના રાજકોટની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં પોલીસે જણાવ્યું હતું કે નયને સવારના અઢી વાગ્યા પહેલાના કોઈપણ સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘરેથી નીકળ્યા બાદ નયન રાજકોટના પુનિતનગરમાં ભાડેથી રૂમ રાખી શ્રદ્ધા વાસુદેવ રામાનુજ સાથે રહેતો હતો. કાર્યવાહી બાદ મળતદેહને આદિપુર અંતિમવિધિ માટે લઈ જવાયો હતો.
મળત્યુના નવ દિવસ બાદ વિધિ પુર્ણ થતા તા. ૧૩/૧૧/૨૦૨૬ના રોજ પોલીસ વિશેષ નિવેદન માટે પહોંચેલી પોલીસને નયનના રૂમમાંથી મળેલી ચીઠ્ઠી પરિવારજનોને બતાવાઇ હતી. ચિઠ્ઠીમાં નયને લખ્યું હતું કે હું નયન મારા હોશ-હવાસમાં આ નોટીસ લખુ છું કે મારા પર મેન્ટલી એટલો ટોર્ચર કરવામાં આવ્યો કે મારે તહેવારના દિવસે આવુ મોટુ પગલુ ભરવું પડયું છે. કુલ ટોટલ ચાર જણા દ્વારા મને ટોર્ચર કરવામાં આવ્યો છે. જેમાં (૧) દેવકી વાસુદેવ રામાનુજ (૨) શ્રદ્ધા વાસુદેવ રામાનુજ, (૩) આયુષ વાસુદેવ રામાનુજ ઉર્ફે લાલો અને (૪) અવદીપ બસીયા સામેલ છે. અદવીપ અને આયુષે બંનેએ કાલે રાતે મને માર માર્યો હતો. મારી તબીયત સારી ન હોવા છતાં માર મારવામાં આવ્યો હતો. દેવકીબેનને મારે પૈસા આપવાના છે પણ એ આપી શકું તેવી મારી પરિસ્થિતિ ન હોવાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યો હતો. મારી સહન શક્તિતો અંત આવી જતાં મારે આ પગલુ ભરવું પડયું છે. મારી એક નમ્ર વિનંતી છે કે મારી ડેડબોડીને આ નોટીસમાં ઓપલા લોકોને સોંપજો.
રાજેશભાઇએ ફરિયાદના અંતમાં જણાવ્યું છે કે મારો દિકરો નયન અને શ્રધ્ધા પ્રેમસંબંધમાં રહેતાં હતાં. એ દરમિયાન મારા દિકરા નયને શ્રધ્ધાના માતા દેવકીબેન પાસે પૈસા લીધા હતાં. જે પૈસા મારો દિકરો પરત આપી શકતો ન હોઇ શ્રધ્ધા, તેની માતા દેવકીબેન, ભાઇ આયુષ અને તેનો જાણીતો અવદીપ એમ ચારેય પૈસા પાછા મેળવવા ત્રાસ આપી મેન્ટલી ટોર્ચર કરતાં હોઇ મારો દિકરો મરી જવા મજબૂર થયો હતો. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ ડી. જે. જોષીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:34 PM IST)










