હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"9 બકરીના પૈસા બાકી છે, 13500 ના ભાવે, આપતો નથી.." આપઘાત કરતા પહેલા આધેડે બનાવ્યો વીડિયો, હવે ત્રણ વીડિયો વાયરલ
રાજકોટના જસદણમાં 40 વર્ષીય ગેલાભાઈ સાનિયાએ વાડીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પરિવારે રાજુ સાંઢમિયા સહિત 3 શખ્સો પર પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો

રાજકોટ તા.૩૧ : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં હૃદયદ્રાવક આપઘાતની ઘટના સામે આવી છે. 40 વર્ષીય ગેલાભાઈ સામતભાઈ સાનિયાએ પોતાની વાડી નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
આ ઘટના બાદ ગેલાભાઈએ જીવતાં પહેલા જાતે રેકોર્ડ કરેલા 3 અલગ-અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પહેલા વીડિયોમાં તેણે પોતાના પરિવારનો કોઈ વાંક ન હોવાનું કહ્યું છે અને રાજીયા દેવીપૂજકના ત્રાસથી કંટાળીને આ પગલું ભરતો હોવાનું જણાવ્યું છે.
બીજા વીડિયોમાં તેણે આટકોટના જાનીયા દેવીપૂજકનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે "9 બકરીના પૈસા બાકી છે, 13500 ના ભાવે, આપતો નથી." એક બકરીના 13500 લેખે કુલ રકમ અટકાવી રાખી હોવાનો આરોપ વીડિયોમાં કર્યો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ગેલાભાઈ અને કલોરાણા ગામના રાજુભાઈ ભીખાભાઈ સાંઢમિયા ભાગીદારીમાં પશુઓની લે-વેચ કરતા હતા. રાજુભાઈ અને તેની પત્ની અવારનવાર ઘરે આવી વ્યાજ સહિતના નાણાં માટે પઠાણી ઉઘરાણી અને ધાકધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા. ઘટનાના દિવસે પણ તેઓ ઘરે આવ્યા હતા, ત્યારબાદ ગેલાભાઈએ આત્યંતિક પગલું ભર્યું હતું.
આ વીડિયો વાયરલ થતાં પરિવારમાં આક્રોશ છે અને જસદણ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.










