<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

આઈ.સી.એ.આઈ. રાજકોટ દ્વારા આયોજિત સી.એ. વિદ્યાર્થીઓની રાજ્‍ય કક્ષાની કોન્‍ફરન્‍સ નમસ્‍તુભ્‍યમ ૨૦૨૬ને ભવ્‍ય પ્રતિસાદ

ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા બી.ઓ.એસ. ચેરમેન સી.એ. રાજેશ શર્માની વિશેષ ઉપસ્‍થિતિ

રાજકોટઃ ધ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ ઓફ ઇન્‍ડિયા (આઈ.સી.એ.આઈ.) ના બોર્ડ ઓફ સ્‍ટડીઝ (ઓપરેશન્‍સ) દ્વારા આયોજિત અને રાજકોટ બ્રાન્‍ચ ઓફ ડબલ્‍યુ.આઈ.આર.સી. તથા રાજકોટ વિકાસા દ્વારા હોસ્‍ટ કરાયેલી બે દિવસીય સ્‍ટેટ લેવલ સ્‍ટુડન્‍ટ્‍સ કોન્‍ફરન્‍સ ‘‘નમસ્‍તુભ્‍યમ ૨૦૨૬'' ભવ્‍ય પ્રતિસાદ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે.

કોન્‍ફરન્‍સના ઉદ્ધાટન સત્રમાં ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) શ્રી જગદીશ બાંગરવા તથા બી.ઓ.એસ. ચેરમેન સી.એ. રાજેશ શર્મા વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રથમ દિવસે સી.એ. જય કૈરા દ્વારા યામાતાડ વિષય પર, સી.એ. ફેનિલ શાહ દ્વારા એ.આઈ. એન્‍ડ ટેકનોલોજી, સી.એ. ભંવર બોરાણા દ્વારા સી.એ. અનપ્‍લગ્‍ડ - રીયલ સ્‍ટોરીઝ, રીયલ ચોઈસીસ અને સી.એ. નિલેશ સુચક દ્વારા જી.એસ.ટી. વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

બીજા દિવસે ડબલ્‍યુ.આઈ.આર.સી. વિકાસા ચેરમેન સી.એ. રાજેશ અગ્રવાલ સાથે ઇન્‍ટરએક્‍ટિવ સત્ર યોજાયું હતું. ત્‍યારબાદ સી.એ. જીતેન્‍દ્ર સાગલાણી (ૅકેપિટલ માર્કેટ), સી.એ. શુલભ સિઘલ (ૅલાઈફ બિઓન્‍ડ રિઝલ્‍ટ્‍સ), સી.એ. હર્ષ મહેતા (સ્‍ટાર્ટ-અપ ઈકોસિસ્‍ટમૅ) અને સી.એ. હૃદયેશ પંખાણિયા (ડિઝાઇન યોર લાઈફ બિફોર લાઈફ ડિઝાઇન્‍સ યુ) દ્વારા પ્રેરણાદાયી સત્રો યોજાયા હતા. આ કોન્‍ફરન્‍સમાં રાજ્‍યભરના વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ટેકનિકલ પેપર પ્રેઝન્‍ટેશન પણ રજૂ કર્યા હતા.

સમાપન પ્રસંગે રાજકોટ વિકાસાના ચેરમેન સી.એ. ધવલ દોશીએ આ કોન્‍ફરન્‍સને વિદ્યાર્થીઓના વ્‍યાવસાયિક ઘડતર માટેનું ઉત્તમ મંચ ગણાવ્‍યું હતું.

આ પ્રસંગે નવી પહેલ સ્‍ટુડન્‍ટ કનેક્‍ટ અને આગામી સી.એ. વીક સેલિબ્રેશન અંતર્ગત ૪ જુલાઈ, ૨૦૨૬ના રોજ યોજાનારી કલ્‍ચરલ ઈવનિગમાં જોડાવા વિદ્યાર્થીઓને આમંત્રણ અપાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.સી.એ.આઈ. રાજકોટ બ્રાંચના ચેરમેન સી.એ. મૌલિક બગડાઈ, વાઇસ ચેરમેન અને વિકાસા ચેરમેન સી.એ. ધવલ દોશી, સેક્રેટરી સી.એ. જયેશ ધનેજા, ટ્રેઝરર સી.એ. હિરેન રાયચુરા, ઇમિડિએટ પાસ્‍ટ ચેરમેન સી.એ. રાજ મારવાણિયા, કમિટી મેમ્‍બર સી.એ. વિપુલ દત્તાણી, સી.એ. બાદલ સોનપાલ તેમજ ૨૫થી વધુ વોલન્‍ટિયર્સ અને એડમીન સ્‍ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હોવાનું સંસ્‍થા જણાવે છે.

 

 

(3:45 PM IST)