<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ભંગારના વેપારીઓ રાજકોટ પોલીસથી હેરાન-પરેશાનઃ પાંચ પાંચ કિલોના બીલો માંગે છે!!

રાજકોટ, તા. ર૧: શહેરના ભંગારના વેપારીઓ, મજુરો કે જેઓ ઘરે-ઘરે ભંગાર લેવા જતા હોય છે તેમને રાજકોટની પોલીસ દ્વારા ભારે હેરાનગતિ કરાતી હોવાની રાવ રાજકોટ કલેકટરને આજે ભંગારના વેપારીઓએ કરી હતી.

કલેકટરને આવેદન આપી ઉમેર્યુ હતું કે અમે ધંધાર્થીઓ ઘરે-ઘરે ભંગાર લેવા જતા હોય છીએ, અને લોકો પણ ભંગાર દેવા આવતા હોય છે. પરંતુ પોલીસના કર્મચારીઓ, જવાન અમને રોકીને ભંગારના બીલો કયાંથી હોય.

અમારી વિનંતી છે કે સરકારના અમારા માટે જે કોઇ નિયમ છે તેને અમે પુરેપુરી રીતે માનીએ છીએ. ભંગાર ખરીદવાની આડમાં કાંઇ ખોટુ થઇ રહયું હોય તો તેના પણ વિરોધી છીએ. પરંતુ આ સામે તમામને હેરાન ન કરાય તેવી સુચના આપવા વિનંતી છે.

(2:35 PM IST)