તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
‘‘હું ગુંડા મોકલુ છું, ત્રેવડ હોય તો પતિને બચાવી લેજો'' ફિલ્મી ડાયલોગ મારી ઘરમાં ધમાલ મચાવી નાખી
દોસ્ત કે દુશ્મન! પતિના મિત્ર સહિત ત્રણ શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો પરિણીતાનાં સસરાનો કાઠલો પકડયો, સાસુના વાળ ખેંચી ઢસડયા, ફરીયાદ કરવા જતા પાછળથી ઘરે પહોંચી સિમેન્ટ બ્લોકના ઘા કરી ત્રણેય શખ્સો ફરાર

રાજકોટઃ તા.ર, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતાને ફોન પર ગાળો દઇ ધમકી આપ્યા બાદ તેના સાસરાનો કાઠલો પકડી સાસુના વાળ પકડી ઢસડીને સીમેન્ટના બ્લોકના ધા કરી ત્રણ શખ્સોએ શેરીમાં દાનપેટી અને ધરમાં બેડમાં નુકશાની કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
ગાંધીગ્રામ પોલીસે આ મામલે ર૬ વર્ષીય પરિણીતાની ફરીયાદ પરથી અંકિત શાહ, યશ પટેલ અને સાગર ખત્રી ઉર્ફે સાગી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું કે, તે પતિ અને સાસુ સસરા સાથે રહે છે. આરોપી અંકિત અને યશ તેના પતિના મિત્રો હતા બે દિવસ પહેલા તેના સસરાને આરોપી યશે ધકકો માર્યો હતો બાદમાં ફોન કરીને અવાર નવાર પરેશાન કરતો હતો.
ગઇ તા. ૩૧ ના રાત્રે તે નજીકમાં આવેલી માર્કેટમાં ઘરવખરી ખરીદતી હતી ત્યારે આરોપી યશે ફોન કરી ગાળો આપી ‘તમારા ઘરે ગુંડા મોકલું છું તમારા પતિને બચાવી લેજો તેવડ હોય તો, ફૂલ તૈયારીમાં જ છીએ' તેમ કહયુ હતું, ત્યારબાદ ત્રણેય આોપીઓ તેના ઘર પાસે ધસી ગયા હતા.
તેના સસરા શેરીમાં મંદિરે પ્રસાદ વહેચતા હતા ત્યારે ત્રણેય ઘરમાં ઘુસી આરોપી અંકિતે સસરાનો કાઠલો પકડી શેરી બહાર કાઠયા હતા, જયારે સાગરે સાસુના વાળ પકડી ઢસડીને ‘તારા દિકરાને બોલાવ' કહયું હતું આ સમયે શેરી બહાર ઉભેલો યશ પથ્થર શોઘતો હતો તેણે પોલીસમાં જાણ કરતા પોલીસવાન જોઇ આરોપી ત્યાંથી જતા રહયા હતા જેથી તે ફરિયાદ કરવા પોલીસ મથકે ગયા હતા.
દરમીયાન પાછળથી ફરી આરોપીઓએ તેના ઘર પાસે જઇ સિમેન્ટના બ્લોકના ઘા કરી ભાગી ગયા હતા જેમાં શેરીમાં રહેલી દાનપેટીને અને ઘરમાં બેડને નુકશાની થઇ હતી હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
(2:39 PM IST)










