<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

રાષ્‍ટ્રના નિર્માણમાં નાગરિકોની સહભાગિતા વધે તે માટે યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરોઃ કેન્‍દ્રિય મંત્રી રાજકોટમાં

કલેકટરે ૧ાા ડઝન યોજનાઓ અંગે રીપોર્ટ આપ્‍યોઃ મ્‍યુ. કમિશનરે પણ વિગતો આપી : રામદાસ આઠવલે દ્વારા કલેકટર, મ્‍યુ. કમિશનર, પોલીસ કમિશનર તથા અન્‍ય અધીકારીઓ સાથે બેઠક યોજી..

રાજકોટ તા. ૧૮:  સમાજના તમામ વર્ગોના ઉત્‍કર્ષ માટ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે અને સમરસ સમાજ અને સશક્‍ત રાષ્‍ટ્રના નિર્માણમાં નાગરિકોની સહભાગિતા વધે તે માટે યોજનાઓનું સુચારુ અમલીકરણ કરવા સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રીશ્રી રામદાસ આઠવલેએ સુચન કર્યું હતું.

રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આયોજિત સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠકમાં કેન્‍દ્રિય મંત્રીશ્રીએ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, ગરીબો, વંચિતો, વળદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક અને આર્થિક સહયોગ પ્રાપ્‍ત થાય અને તમામ લોકો સમાજના મુખ્‍ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્‍યાય મળે તે માટેના સહિયારા પ્રયાસને વધુ સક્રિય બનાવવા મંત્રીશ્રીએ ભાર મુકયો હતો. આ તકે તેઓએ રાજ્‍ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અમલી હોવાનું જાણી આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી.

બેઠકમાં કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્‍યાણ વિભાગના શ્રી આનંદબા ખાચરે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની અનુસૂચિત જાતિ, વિકસતિ જાતિ, સમાજ કલ્‍યાણની વિવિધ યોજનાઓમાં છાત્રો માટે રહેણાંક, સ્‍કોલરશીપ, આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરું, મરણોત્તર યોજના, ગ્રામ્‍યમાં ગેપ ફીલિંગ દૂર કરતી અભ્‍યુદમ યોજના, વયોશ્રી યોજના, દિવ્‍યાંગો માટે સાધન સહાય સહિતની યોજનાની અમલવારીની માહિતી પૂરી પાડી હતી.

રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ મહાનગરપાલિકામાં અનુસુચિત જાતિના સફાઈ કર્મચારીઓ માટે કરવામાં આવેલી વ્‍યવસ્‍થા તેમજ પછાત વર્ગના કર્મચારીઓની સહભાગિતા અંગે પણ મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં.  

આ બેઠકમાં પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી જયકુમાર બારોટ, વિકસતી જાતિ નાયબ નિયામક શ્રી ડી.એસ. પીપળીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સર્વે શ્રી સૈયદ, શ્રી રાઠોડ સહીત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

(3:37 PM IST)