તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
‘AD Estste'ની સુવિધાઓથી સજ્જ નવી ઓફિસનું ઉદ્ઘાટન

રાજકોટઃ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, નાના મવા ખાતે આવેલા આર.કે .સુપ્રિમના ૧૩માં માળે, ઓફિસ નં. ૧૩૧૮માંAD Eststeના નવા કાર્યાલયનો શુભારંભ ગોૈરવપૂર્ણ માહોલમાં યોજાયો હતો. સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે અતિ આધુનિક સુવિધા સજ્જ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું હતું. આ શુભ અવસરે શહેરના અગ્રણી ઉદ્યોગપતિ, બિલ્ડરો, વ્યવસાયિકો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહી નવા કાર્યાલયને શુભેચ્છાઓ પાઠવી હતી.
સંસ્થાનું મુખ્ય ધ્યેય ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન, વિશ્વસનીય સલાહ અને મૂલ્યઆધારિત રિયલ એસ્ટેટ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવી લાંબા ગાળાના વિશ્વાસપૂર્ણ સંબંધો સ્થાપિત કરવાનો છે. આ પ્રસંગે AD Estste ના સંચાલક અમિતભાઇ વિજયભાઇ ધામેલિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વ્યવસાયિક અગ્રણીઓ, પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોનો マદયપૂર્વક આભાર વ્યકત કરેલ.
(2:09 PM IST)










