<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

માધાપર સર્કલ ખાતે રેજેન્‍ટા ક્રિસ્‍ટલ હોટલનો શુભારંભ

૭૦ રૂમ અને સ્‍યુટસ સાથે બિઝનેસ અને પ્રવાસીઓને સુવિધા મળશે : પ્‍યોર વેજ રેસ્‍ટોરન્‍ટ, વેપારીઓ, પ્રવાસીઓ અને ખેલાડીઓ માટે ખાસ પેકેજ : પત્રકાર પરિષદમાં વિગતો અપાઇ

રાજકોટ : શહેરના વધતા વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને વધુ એક રાષ્‍ટ્રીય કક્ષાની સુવિધા મળી છે. દેશભરમાં ૧૨૯થી વધુ હોટલોની શ્રળંખલા ધરાવતા રોયલ ઓર્કિડ રે જેન્‍ટા ગ્રુપ દ્વારા રાજકોટના માધાપર સર્કલ ખાતે નેક્‍સસ બિલ્‍ડિંગમાં રે જેન્‍ટા ક્રિસ્‍ટલ હોટલનો શુભારંભ કરવામાં આવ્‍યો છે. આ સાથે રાજકોટના હોસ્‍પિટાલિટી ક્ષેત્રમાં રાષ્‍ટ્રીય સ્‍તરની હોટલ બ્રાન્‍ડનું આગમન થયું છે.

હોટલના શુભારંભ પ્રસંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં રેજેન્‍ટા ગ્રુપના વાઇસ પ્રેસિડેન્‍ટ (વેસ્‍ટ) રાકેશ ડોગરા, એજીએમ યોગેશ ધીમન તથા ક્રિસ્‍ટલ ગ્રુપના રાજુભાઈ ગાંધીએ જણાવ્‍યું હતું કે રાજકોટમાં વેપાર-ઉદ્યોગ અને પ્રવાસનનો વ્‍યાપ સતત વધી રહ્યો છે. શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને મુલાકાતીઓને ગુણવત્તાયુક્‍ત રોકાણ તથા ભોજનની સુવિધા મળી રહે તે હેતુથી આ હોટલ શરૂ કરવામાં આવી છે. હોટલની વિશેષતા એ છે કે અહીં સંપૂર્ણ શુદ્ધ શાકાહારી ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સ્‍વામિનારાયણ, વૈષ્‍ણવ અને જૈન સમાજની ભોજન પસંદગીને ધ્‍યાનમાં રાખીને રેસ્‍ટોરન્‍ટમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવશે. હોટલના ૧૧મા માળે આવેલા પિન્‍કસ મલ્‍ટી કયુઝિન રેસ્‍ટોરન્‍ટમાંથી રાજકોટ શહેરનો સુંદર નજારો માણવાની સાથે પરિવાર, મિત્રો અને સ્‍વજનો સાથે ભોજનનો આનંદ લઈ શકાશે.

બિઝનેસ અને લેઝર પ્રવાસીઓને ધ્‍યાનમાં રાખીને હોટલમાં કુલ ૭૦ રૂમ અને સ્‍યુટ્‍સની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત રૂમ સર્વિસ, ઓલ ડે ડાઇનિંગ, આધુનિક જિમ અને ફિટનેસ સેન્‍ટર, વિશાળ ર્પાકિંગ તથા બિઝનેસ મીટિંગ અને કોન્‍ફરન્‍સ માટે ખાસ બોર્ડરૂમની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. રાજકોટના વેપાર-ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્‍થાઓ અને વિવિધ સંગઠનો માટે ખાસ ટેલરમેડ લંચ-ડિનર પેકેજ તૈયાર કરવામાં આવ્‍યા છે. કોર્પોરેટ મીટિંગ, પ્રેઝન્‍ટેશન, કોન્‍ફરન્‍સ અને અન્‍ય વિશેષ કાર્યક્રમો માટે ભોજન સાથે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. શહેરની રમતગમત સંસ્‍કળતિને ધ્‍યાનમાં રાખીને ખેલાડીઓ અને સ્‍પોર્ટ્‍સ ગ્રુપ માટે પણ ખાસ સ્‍ટે, ડાઇનિંગ, ફિટનેસ અને પ્રેઝન્‍ટેશન પેકેજની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

હોટલનું લોકેશન પણ તેની મહત્‍વની વિશેષતા છે. માધાપર સર્કલ ખાતે આવેલી આ હોટલ જામનગર રોડ, અમદાવાદ રોડ, મોરબી રોડ અને રિંગ રોડથી સરળતાથી પહોંચી શકાય તેવા સ્‍થળે આવેલી છે. રાજકોટ જંક્‍શનથી આશરે ૧૫ મિનિટ અને એસટી બસ સ્‍ટેશનથી ૨૦થી ૨૫ મિનિટના અંતરે આવેલી આ હોટલથી હિરાસર આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ સુધી પણ સરળતાથી અવરજવર કરી શકાય છે. દ્વારકા, સોમનાથ અને સાસણગીર સહિતના પ્રવાસન સ્‍થળોએ જતા પ્રવાસીઓ માટે પણ રાજકોટ એક મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર બની રહ્યું છે. આવા સંજોગોમાં રેજેન્‍ટા ક્રિસ્‍ટલ હોટલના આગમનથી રાજકોટના પ્રવાસન અને હોસ્‍પિટાલિટી ક્ષેત્રને નવી દિશા મળવાની સાથે શહેરના બિઝનેસ અને પ્રવાસન મહેમાનોને રાષ્‍ટ્રીય કક્ષાની રોકાણ અને ડાઇનિંગ સુવિધાનો નવો વિકલ્‍પ ઉપલબ્‍ધ બનશે.

તસ્‍વીરમાં અકિલા કાર્યાલય અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને આમંત્રણ આપતા રેજેન્‍ટા ક્રિસ્‍ટલ હોટલના સર્વશ્રી રાકેશ ડોગ્રા (આસી. વાઇસ પ્રેસીડેન્‍ટ), યોગેશ ધીમન (એરિયા જનરલ મેનેજર), રાજુભાઇ ગાંધી (ડાયરેકટર, ક્રિસ્‍ટલ ગૃપ), ભાર્ગવભાઇ નથવાણી (ઇન્‍ટરનલ ઓડીટ ક્રિસ્‍ટલ ગૃપ), બિરેનભાઇ બુચ (જનરલ મેનેજર ક્રિસ્‍ટલ ગૃપ) અને સોનુ જોશી (સન એડ) નજરે પડે છે. આ અંગે વધુ માહિતી માટે મો. ૬૩પ૮૩૪૬૯૦પ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:36 PM IST)