<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ઈન્‍ડીયન એરફોર્સના સ્‍ક્‍વોડ્રન લીડર નુપુર જૈન કરશે એનસીસી કેડેટ્‍સ સાથે સંવાદ...

રાજકોટમાં પ્રથમવાર રાષ્‍ટ્રીય સેલીબ્રીટીનું આગમન

 

 

રાજકોટઃ ભારતનું અભેદ સુરક્ષા કવચ એટલે ઈન્‍ડીયન એરફોર્સ, ઈન્‍ડીયન નેવી અને ઈન્‍ડીયન આર્મી. આ સુરક્ષા ચક્રને કારણે આપણે સ્‍વતંત્ર અને સલામત છીએ. રાજકોટ ખાતે તા. ૧૪ ના સોમવારે રામકળષ્‍ણ આશ્રમના વિવેક હોલ ખાતે સવારે ૯ થી ૧૧ દરમ્‍યાન નારી શક્‍તિનું પ્રતિક, રાષ્‍ટ્રનું ગૌરવ અને રાષ્‍ટ્રપ્રેમી એવા ઈન્‍ડીયન એરફોર્સના સ્‍ક્‍વોડ્રન લીડર નુપુર જૈનના વ્‍યાખ્‍યાનનું આયોજન છે. તેઓ સ્‍વયં એનસીસી કેડેટ હોવાથી એમની ઈચ્‍છા એનસીસી કેડેટ્‍સ સાથે સંવાદ અને વાર્તાલાપ કરવાની હતી. એમની કારકિર્દી એનસીસી થી શરૂ કરી ઈન્‍ડીયન એરફોર્સના સ્‍ક્‍વોડ્રન લીડર બનવા સુધીની સફર રોચક છે. માત્ર ૧૩ વર્ષની વયે અસલી બંદુક ચલાવી ૨૧મા વર્ષે ઈન્‍ડીયન એરફોર્સમાં જોડાઈ રાષ્‍ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર નુપુરજીએ બાલાકોટ એર સ્‍ટ્રાઇક સમયે ફ્રન્‍ટ લાઇનમાં રહી ભારતને વિજય અપાવી વીરતા અને સાહસથી દુશ્‍મનોને ધૂળ ચાટતા કરનાર નુપુર જૈન રાષ્‍ટ્રનું ગૌરવ છે. એમનું આગમન રાજકોટીયન્‍સ માટે પણ ગૌરવની વાત છે. માત્ર આમંત્રિતો માટે જ મર્યાદિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામકળષ્‍ણ આશ્રમના અધ્‍યક્ષ સ્‍વામીશ્રી નિખિલેશ્વરાનંદજી, એસએલએમ ફાઈ. સર્વિસના ફાઉન્‍ડર સંજય મહેતા, મોદી સ્‍કુલના મેનેજીંગ ટ્રસ્‍ટી રશ્‍મિકાંતભાઈ મોદી, એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્‍વામી, એનસીસી કમાંડીંગ ઓફીસર ભાસ્‍કર તોમાર, એનસીસી ઓફીસર શ્રી સુબોધ  જીસીઆઇ પાયલ દોશી, નિલેશભાઈ સેંજલીયા (મોદી સ્‍કુલ) જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમનું સંચાલન ‘સ્‍તવન્‌ બાય નમ્ર'ના ફાઉન્‍ડર નમ્ર મહેતા અને કો ફાઉન્‍ડર હિતેશ્રી મહેતા કરશે.(

(3:37 PM IST)