<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

મોંઘવારીનો માર યથાવતઃ કપાસીયા તેલમાં વધુ ૧પ સીંગતેલમાં ૧૦ રૂા.નો ઉછાળો

 

 

રાજકોટ, તા., ૧૯ : અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધની તંગદીલી વચ્‍ચે ગઇકાલે ખાદ્યતેલમાં શરૂ થયેલ ભાવવધારો આજે પણ યથાવત રહયો છે. કપાસીયા તેલમાં વધુ૧પ અને સીંગતેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળો થયો છે.સ્‍થાનીક બજારમાં આયાતી તેલોની પડતર ઉંચી થતા આજે કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા.નો ભાવવધારો થયો છે. ગઇકાલે કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪૯પ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧પ૧૦ રૂા. થયા હતા. કપાસીયા ટીનના ભાવ રપ૯૦ થી ર૬૩૦ રૂા. હતા તે વધીને ર૬૦પ થી ર૬૪પ રૂા. થયા હતા. કપાસીયા તેલની સાથે સીંગતેલમાં પણ ૧૦ રૂા. વધ્‍યા હતા. સીંગતેલ લુઝના ૧૫૯૦ રૂા. હતા તે વધીને આજે ૧૬૦૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૭૨૫થી ૨૭૭૫ રૂા. હતા તે વધીને ૨૭૩૫થી ૨૭૮૫ રૂાની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. છેલ્લા બે દિ'માં સીંગતેલમાં ૪૦ રૂાનો ઉછાળો થયો છે.

પેટ્રોલ-ડીઝલ બાદ ખાદ્યતેલોના ભાવોમાં પણ વધારો થતા મોંધવારીમાં પીસાતી પ્રજાને વધુ એક ફટકો પડયો છે.

(3:24 PM IST)