તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
પુજીત ટ્રસ્ટ દ્વારા રવિવારે દિક્ષાગ્રહણ સમારોહ : ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિ

રાજકોટ : શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે ‘‘જ્ઞાનપ્રબોધિની'' પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. રાજકોટ શહેરની શાળાઓમાં ધો. ૭ માં ૮૫% કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટમાં પંસંદગી પામવા પ્રવેશ પરીક્ષા આપવા હકદાર બને છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષે ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. જેમાંથી ૨૦ થી ૨૫ બાળકો પસંદ કરવામાં આવે છે અને ધો. ૮ થી ૧ર સુધી તેઓની શૈક્ષણિક તથા મેડિકલ જવાબદારી ટ્રસ્ટ ઉઠાવતી હોવાનું યાદીમાં જણાવાયું છે.
તાજેતરમાં પુજીત ટ્રસ્ટ દ્વારા લેવાયેલ મુખ્ય ચાર વિષયોની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિનો સર્વે કરી મેરિટના ધોરણે પસંદગી પામેલ ૨૦ વિદ્યાર્થીઓને શાષાોક્ત વિધિથી દીક્ષા ગ્રહણ કરાવવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહી અર્શીવચન પાઠવશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અતિથી વિશેષ તરીકે મેયર શ્રી ડો. નેહલભાઈ શુક્લ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેઈ ઓડિટોરિયમ, પેડક રોડ, રાજકોટ ખાતે તા. ૦૨ ઓગષ્ટ, રવિવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે યોજવામાં આવેલ છે
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડૉ. મેહુલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત કમિટી મેમ્બર્સ હિંમતભાઈ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ, ટ્રસ્ટના સર્વે કાર્યકતી ભાઈ બહેનો, વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ માહિતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નંબર ૦ર૮૧-૨૭૦૪૫૪૫ પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
(2:52 PM IST)










