<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલ દ્વારા શનિવારે પૂ.ડો.જ્ઞાનવત્‍સલ સ્‍વામીજીનું પ્રેરણાત્‍મક વક્‍તવ્‍ય

“Inspirational Talk for Business & Life” શ્રેણી અંતર્ગત પ્રમુખસ્‍વામી ઑડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજનઃ વ્‍યવસાય, નેતૃત્‍વ અને સમાજસેવાના ત્રિવેણી સંગમનો અવસર

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા સાથે સર્વ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી (દ્રષ્‍ટિ કોમ્‍યુનિકેશન), નિલેશભાઈ ત્રિવેદી (મનીષ એડ), મેહુલભાઈ દામાણી (રિઝલ્‍ટ એડ), કમલભાઈ પારેખ (સર્જન એડવર્ટાઈઝીંગ), નયનેશભાઈ પારેખ (એસેન્‍ટ એડ), જલાધીશભાઈ ઝવેરી (એપેક્ષ એડ.), નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટઃ રાજકોટના જાહેરાત ઉદ્યોગને સંગઠિત કરવા, સભ્‍યોના વ્‍યવસાયિક વિકાસને પ્રોત્‍સાહન આપવા અને સમગ્ર બિઝનેસ ઈકોસિસ્‍ટમના ઉત્‍કર્ષ માટે સતત કાર્યરત રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC) દ્વારા એક વિશિષ્ટ પ્રેરણાત્‍મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આગામી શનિવાર, તા. ૨૪ ઑક્‍ટોબર, ૨૦૨૬ના રોજ રાજકોટના રૈયા રોડ સ્‍થિત શ્રી પ્રમુખસ્‍વામી ઑડિટોરિયમ ખાતે પૂજ્‍ય ડો. જ્ઞાનવત્‍સલ સ્‍વામી જીના પ્રેરણાત્‍મક વ્‍યક્‍તવ્‍યનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC)ની વિશિષ્ટ પહેલ Inspirational Talk for Business & Life શ્રેણી અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમનો મુખ્‍ય વિષય દ્રષ્ટિવાન ઉદ્યોગસાહસિક, પરિવર્તનકારી લીડર અને પરોપકારી વ્‍યક્‍તિ બનો'' છે. વ્‍યવસાય, જીવન, નેતૃત્‍વ અને મૂલ્‍યોને આવરી લેતું આ અર્થસભર વ્‍યક્‍તવ્‍ય ગુજરાતી ભાષામાં યોજાશે. વ્‍યવસાયમાં દૂરંદેશી, નેતૃત્‍વમાં પરિવર્તનકારી વૃષ્ટિકોણ અને જીવનમાં સેવાભાવના મહત્ત્વને ઉજાગર કરતું આ વ્‍યક્‍તવ્‍ય રાજકોટના વ્‍યવસાયિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ માટે પ્રેરણાનો અવસર બની રહેશે.

પૂજ્‍ય ડો.જ્ઞાનવત્‍સલ સ્‍વામીજીઃ પ્રેરણા, પ્રજ્ઞા અને જીવનમૂલ્‍યોનું અનોખું વ્‍યક્‍તિત્‍વ

પૂજ્‍ય ડો. જ્ઞાનવત્‍સલ સ્‍વામીજી BAPS સ્‍વામિનારાયણ સંસ્‍થાના જાણીતા વક્‍તા અને લાઈફ કોચ છે. આધ્‍યાત્‍મિક જ્ઞાન, જીવનમૂલ્‍યો અને વ્‍યવહારુ વૃષ્ટિકોણના સમન્‍વય દ્વારા તેમણે લાખો લોકોના જીવનને પ્રેરિત કર્યા છે.

તેમણે ગુજરાતના વલ્‍લભ વિદ્યાનગર સ્‍થિત BVM કોલેજ ઑફ એન્‍જિનિયરિગમાંથી મિકેનિકલ એન્‍જિનિયરિગનો અભ્‍યાસ પૂર્ણ કર્યો હતો. ત્‍યારબાદ પરમ પૂજ્‍ય પ્રમુખસ્‍વામી મહારાજ પાસેથી સાધુદીક્ષા ગ્રહણ કરી સમાજને પ્રેરણા, માર્ગદર્શન અને સેવાભાવના સંદેશ સાથે જોડવાનું જીવનકાર્ય અપનાવ્‍યું.

છેલ્‍લાં ૩૧ વર્ષમાં ૧૫,૫૦૦થી વધુ જીવનવર્ધક પ્રવચનો આપનાર પૂજ્‍ય સ્‍વામીજીનો પ્રભાવ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં વ્‍યાપેલો છે. તેઓ ૪૦ દેશોમાં ૫,૦૦૦થી વધુ નેતાઓ અને ૪૦ લાખથી વધુ લોકો સાથે સંવાદ સાધી ચૂક્‍યા છે. તેમની પ્રભાવશાળી વક્‍તત્‍વશૈલી, સરળ અભિવ્‍યક્‍તિ અને માનવીય મૂલ્‍યો પરના ભારને કારણે તેઓ વિવિધ યુનિવર્સિટીઓ, કોર્પોરેટ સંસ્‍થાઓ, વ્‍યાવસાયિક સંગઠનો અને સરકારી સંસ્‍થાઓમાં આમંત્રિત થાય છે.

તેમના સામાજિક યોગદાનની કદરરૂપે ગોવિદ ગુરુ યુનિવર્સિટી તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમને ડી.લિટ.ની માનદ પદવીઓ એનાયત કરવામાં આવી છે. અમેરિકા અને કેનેડાની વિવિધ સંસ્‍થાઓ તથા સરકારી એકમો દ્વારા પણ તેમના યોગદાનને માન્‍યતા આપતાં અનેક સન્‍માન અને પ્રશસ્‍તિપત્રો આપવામાં આવ્‍યાં છે.

તેઓ લોકપ્રિય લેખક પણ છે. તેમના લેખો અગ્રણી દૈનિક અખબારો અને સામયિકોમાં નિયમિતપણે પ્રકાશિત થતા રહે છે. તેમનું પુસ્‍તક  INSPIRED: Daily Wisdom for Holistic Living પણ વાંચકોમાં લોકપ્રિય રહ્યું છે.

આવા બહુમુખી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા પૂજ્‍ય સ્‍વામીજીનું માર્ગદર્શન વ્‍યવસાયિક જગતના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો અને યુવા પેઢી માટે વિશેષ પ્રાસંગિક બની રહેશે.

RAC: માત્ર સંગઠન નહીં, પરંતુ વ્‍યવસાયિક વિકાસનું સશક્‍ત માધ્‍યમ

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ જાહેરાત ક્ષેત્ર સાથે સંકળાયેલી એજન્‍સીઓનું સંગઠન છે. રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC)નો અભિગમ માત્ર સભ્‍યોના હિતોનું પ્રતિનિધિત્‍વ કરવા પૂરતો મર્યાદિત નથી; પરંતુ સભ્‍યોની ક્ષમતાઓનો વિકાસ, વ્‍યવસાયની નવી તકોનું સર્જન, ઉદ્યોગની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અને સમગ્ર વ્‍યવસાયિક ઈકોસિસ્‍ટમના સશક્‍તીકરણ તરફ પણ કેન્‍દ્રિત છે.

આ હેતુસર રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC) દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેમાં મુખ્‍યત્‍વે નીચેની પહેલોનો સમાવેશ થાય છે

વ્‍યવસાય વિકાસ માટે સેમિનાર અને વર્કશોપઃ સભ્‍યોને વ્‍યવસાયના નવા પ્રવાહો, વિકાસની તકો અને બદલાતા બજારની જરૂરિયાતોથી પરિચિત કરાવવા.

સ્‍કિલ ડેવલપમેન્‍ટ કાર્યક્રમોઃ જાહેરાત, માર્કેટિગ અને સંદેશાવ્‍યવહાર ક્ષેત્રમાં જરૂરી કૌશલ્‍યોને વધુ સક્ષમ બનાવવા.

નોલેજ સિરીઝઃ ઉદ્યોગના અનુભવો, નવીન વિચારો અને નિષ્‍ણાતોના જ્ઞાનનું આદાનપ્રદાન કરવા.

સન્‍માન અને પુરસ્‍કાર સમારોહઃ સભ્‍યોની સિદ્ધિઓ, સર્જનાત્‍મકતા અને યોગદાનને બિરદાવવા.

પરિવાર સાથેના મનોરંજન કાર્યક્રમોઃ સભ્‍યો વચ્‍ચે આત્‍મીયતા, પરસ્‍પર વિશ્વાસ અને સંગઠનભાવ મજબૂત બનાવવા.

વાંચન જાગૃતિ અભિયાનઃ ખાસ કરીને યુવા પેઢીમાં અખબાર વાંચનની ટેવ વિકસાવવા અને પ્રિન્‍ટ મીડિયાના મહત્ત્વ પ્રત્‍યે જાગૃતિ ફેલાવવા.

બિઝનેસ ઇકોસિસ્‍ટમના વિકાસ માટે પહેલઃ જાહેરાત એજન્‍સીઓ, મીડિયા હાઉસ, વ્‍યવસાયિક સંગઠનો અને અન્‍ય હિતધારકો વચ્‍ચે સહયોગ તથા સંવાદ વધારવા.

ઉદ્યોગના પ્રશ્નો અને મીડિયા સાથે સંકલનઃ જાહેરાત ક્ષેત્રના પ્રશ્નોને યોગ્‍ય મંચ પર રજૂ કરવા, મીડિયા સાથે સકારાત્‍મક

સંબંધો જાળવવા અને સમગ્ર જાહેરાત-મીડિયા સમુદાયના હિતમાં કાર્ય કરવા.

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC)નું માનવું છે કે મજબૂત જાહેરાત ઉદ્યોગ માત્ર એજન્‍સીઓના વ્‍યવસાયિક વિકાસથી નહીં, પરંતુ સશક્‍ત મીડિયા, જાગૃત ગ્રાહકો, નવી પેઢીની સર્જનાત્‍મકતા અને વિવિધ વ્‍યવસાયિક ક્ષેત્રો વચ્‍ચેના પરસ્‍પર સહયોગથી વિકસે છે. આથી સંસ્‍થા પોતાની પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ઈકોસિસ્‍ટમના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રયત્‍નશીલ છે.

રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્‍છના અગ્રણીઓની ઉપસ્‍થિતિથી કાર્યક્રમ બનશે વિશિષ્ટ

આ કાર્યક્રમમાં રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્‍છના પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના પ્રતિનિધિઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ બિઝનેસ એસોસિએશનોના હોદ્દેદારો, બેન્‍કિંગ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષણજગતના પ્રતિનિધિઓ અને વિવિધ ક્ષેત્રોના આમંત્રિત મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતની એડવર્ટાઈઝિગ એજન્‍સીઓનાં સંગઠનોના પ્રતિનિધિઓ તથા સૌરાષ્ટ્ર-કચ્‍છની અગ્રણી જાહેરાત એજન્‍સીઓની ઉપસ્‍થિતિ પણ કાર્યક્રમને વિશેષ મહત્ત્વ આપશે.

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC)ના તમામ સભ્‍યો અને કોર કમિટીના સભ્‍યો આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્‍સાહપૂર્વક કાર્યરત છે. કાર્યક્રમના આયોજન, આમંત્રણ, સંકલન અને વ્‍યવસ્‍થાપન સહિતની વિવિધ જવાબદારીઓ સભ્‍યો દ્વારા સામૂહિક રીતે નિભાવવામાં આવી રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્‍છના વિવિધ મીડિયા હાઉસ સુધી કાર્યક્રમનો સંદેશ પહોંચે અને તેમની સહભાગિતા સુનિヘતિ થાય તે માટે કોર કમિટીના સભ્‍યોએ વ્‍યક્‍તિગત રીતે મીડિયા ડાઉસની મુલાકાત લઈને આમંત્રણ પાઠવ્‍યાં છે.

આ પહેલ રાજકોટ એડવર્ટાઈઝિગ સર્કલ (RAC) અને મીડિયા જગત વચ્‍ચેના સારા સંબંધો, પરસ્‍પર આદર અને ઉદ્યોગના સામૂહિક હિત પ્રત્‍યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

સડયોગી બ્રાન્‍ડ્‍સનો સડયોગઃ સામૂહિક પ્રયાસને મળતું બળ

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે MJR જ્‍વેલર્સ, પોપ્‍યુલર ધ જ્‍વેલર્સ, પ્રભુકૃપા હોસ્‍પિટલ & IVF સેન્‍ટર, કાયાપલટ, અરિહંત ઇન્‍વેસ્‍ટમેન્‍ટ, પ્રેમજી વાલજી જ્‍વેલર્સ, બાલાજી થાળ, ઉમિયા મોબાઈલ, ડાથી મસાલા સહયોગી તરીકે સડકાર આપ્‍યો છે. નો RAC તેમના આ સડયોગ બદલ આભાર વ્‍યક્‍ત કરે છે.

આ તમામ સહયોગી બ્રાન્‍ડ્‍સનો સહકાર RACના આ અભિયાનને વધુ વ્‍યાપક અને અસરકારક બનાવવામાં મહત્ત્વપૂર્ણ છે. રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC) માને છે કે સામૂહિક પ્રયાસો અને વિવિધ ક્ષેત્રોના સહયોગથી જ સકારાત્‍મક પરિવર્તનને વેગ આપી શકાય છે.

એક કાર્યક્રમથી આગળ વધીને, પ્રેરણા અને સહયોગની નવી દિશા

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC) દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્‍ય આશય માત્ર એક પ્રેરણાત્‍મક વ્‍યક્‍તવ્‍યનું આયોજન કરવાનો નથી. વ્‍યવસાયમાં સફળતા મેળવવાની સાથે મૂલ્‍યનિષ્ઠ નેતૃત્‍વ, સામાજિક જવાબદારી અને માનવીય અભિગમનું મહત્ત્વ પણ ઉજાગર કરવાનો છે.

આજના સ્‍પર્ધાત્‍મક સમયમાં દૂરંદેશી વિચારસરણી ધરાવતા ઉદ્યોગસાહસિકો, પરિવર્તન લાવી શકે તેવા નેતાઓ અને સમાજ પ્રત્‍યે સમર્પિત વ્‍યક્‍તિઓની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની છે. પૂજ્‍ય ડો. જ્ઞાનવત્‍સલ સ્‍વામીજીનું માર્ગદર્શન આ ત્રણેય પરિમાણોને જોડતું હોવાથી કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોને વ્‍યવસાય અને જીવન માટે નવી દિશા તથા પ્રેરણા પ્રાપ્ત થશે તેવી રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC)ને આશા છે.

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલના કોર કમિટીના સભ્‍યો તુષાર ઝવેરી,  જલાધિ ઝવેરી (એપેક્‍સ એડવર્ટાઇઝિગ),  ગિરીશ ત્રિવેદી (દ્રષ્ટિ કોમુનીકેશન),  નિલેશ ત્રિવેદી (મનીષ એડ્‍સ),  મેહુલ દામાણી, જીતુ કોઠારી (રિઝલ્‍ટ એડવર્ટાઇઝિગ), જયેશ સોના (એડેક્‍સ મીડિયા લિક્‍સ), નયનેશ પારેખ (એસેન્‍ટ), કમલ પારેખ (સર્જન એડવર્ટાઇઝિગ) સહિત RACના કમીટી મેમ્‍બર્સ પ્રશાંત ચંચલ (પાન કોમ્‍યુનીકેશન), દેવ મહેતા (સુનીલ પબ્‍લીસીટી), મહેશ શાહ (અરિહંત એડ), ધવલ બાવાની (એડમિડીયા), પ્રશાંત જોષી, મૌલિક જોષી (ક્રિએટ ઈન્‍ડીયા), સુભાષ વઘાસીયા (સૌરાષ્ટ્ર સત્‍ય મિડીયા), સંદીપ ગોહીલ, ક્રિશ ગોહીલ (વાઈકીંગ એડ), અર્પિત ગણાત્રા (જનાદેશ),  ભૂપેન્‍દ્ર નંદાણી (સદગુરૂ એડ), રોહિત કાનાબાર (એડપોઈન્‍ટ) આ આયોજનને સફળ બનાવવા સક્રિય યોગદાન આપી રહ્યા છે.

રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ (RAC)નું આ ઉત્‍કૃષ્ટ અભિયાન જાહેરાત ક્ષેત્રની એકતાને મજબૂત કરવા, વ્‍યવસાયિક સંબંધોને નવી ઊંચાઈ આપવા અને સમાજમાં પ્રેરણાત્‍મક વિચારોનો સંચાર કરવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

કાર્યક્રમની વિગતોઃ તારીખઃ શનિવાર, ૨૪ ઓક્‍ટોબર,  સમયઃ સાંજે ૪:૩૦ વાગ્‍યાથી સ્‍થળઃ શ્રી પ્રમુખસ્‍વામી ઑડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ, આયોજકઃ રાજકોટ એડવર્ટાઇઝિગ સર્કલ, શ્રેણીઃ ત્‍ઁતષ્ટશર્શ્વીદ્દશંર્ઁીશ્ર ર્વ્‍ીશ્રત્ત્ શ્‍ંશ્વ ગ્‍યતશઁફૂતત ્રૂ ન્‍શશ્‍ફૂ વક્‍તવ્‍યનો વિષયઃ દષ્ટિવાન ઉદ્યોગસાહસિક, પરિવર્તનકારી લીડર અને પરોપકારી વ્‍યક્‍તિ બનો ભાષાઃ વક્‍તવ્‍ય ગુજરાતીમાં.

(4:14 PM IST)