<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ફેન્‍સીંગ લગાવો- ખર્ચ બચાવો : પ્રદીપ ડવ

પૂર્વ મેયરે જુના ટી.પી. પ્‍લોટમાં ફેન્‍સીંગ કરવા કર્યુ સૂચન

રાજકોટઃ તા.૨૦: આજની મનપાની સામાન્‍ય સભાની શરૂઆત દિલીપભાઇ લુણાગરીયાના ટી.પી. અંગેના પ્રશ્‍નથી થઇ હતી. આ પ્રશ્‍નના પેટા પ્રશ્‍નમાં પૂર્વ મેયર પ્રદીપ ડવે સૂચન કર્યુ હતું.

પૂર્વ મેયર પ્રદીપ ડવે સૂચના કરેલ કે, જે જુના ટી.પી.ના પ, પ્‍લોટ છે તેમાં ફેન્‍સીંગ કરવાની કામગીરી તુરંત કરવી જરૂરી છે હાલ નવા ટી.પી. પ્‍લોટમાં કામગીરી  થાય છે જેથી દબાણ થતું નથી. જો જુના પ્‍લોટમાં પણ ફેન્‍સીંગ કરવામાં આવે તો દબાણ દુર કરવા જતા લાગતો લાખોનો ખર્ચ મનપાને બચી જશે આ સૂચન અંગે અધિકારીઓએ પણ હકારાત્‍મક અભિગમ દર્શાવ્‍યો હતો.

(3:24 PM IST)