તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સસ્તી પ્રસિધ્ધી મેળવવાને બદલે સ્થાનીકો પાસેથી કામગીરી જાણોઃ મનીષાબેન રોજાસરા
વોર્ડ નં. ૧પ અંગે સોશ્યલ મીડીયામાં થયેલ આક્ષેપો અંગે કોંગ્રેસ કોર્પોરેટરની સ્પષ્ટતા

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૫ અંગે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા આક્ષેપો બાબતે સ્પષ્ટતા કરતા કોંગ્રેસ કોર્પોરેટર મનીષાબેન પ્રવિણભાઈ રોજાસરાએ જણાવેલ કે, વિડિયોમાં મારા તથા મારા વોર્ડના વિકાસકાર્યો અંગે તેમજ મારા પતિની ભૂમિકા વિશે કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા, ભ્રામક અને હકીકતથી વિપરીત છે. મારા પતિ માત્ર જરૂરી કાર્યોમાં સહયોગી રીતે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે હું જાતે જ સતત હાજર રહું છું. તેમણે અંતમાં જણાવેલ કે, મીડિયામાં ખોટી માહિતી પ્રસારિત કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવાને બદલે વોર્ડ નં. ૧૫માં આવી સ્થાનિક નાગરિકો પાસેથી વાસ્તવિક સ્થિતિ જાણે. મારા કાર્યનો નિર્ણય વોર્ડની જનતા કરશે.
(3:38 PM IST)










