તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
સ્પીકરમાં ‘સૂર'ના બદલે મદીરાની ‘મોજ' કુવાડવા પાસે દારૂ ભરેલી રિક્ષા સાથે ૧ ઝબ્બે
પોલીસનાં ‘પંચ'થી તમામ કિમીયા‘પાણીમાં' : મહિલાએ એકટીવાની ડેકીમાં તો યુવાને કપડાની થેલીમાં દારૂ છુપાવ્યોઃ પાંચ સ્થળે દરોડામાં મહિલા સહિત પાંચ પકડાયા : કુવાડવા રોડ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-ર અને બી-ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટઃ તા.ર૬, રાજકોટમાં દારૂના ધંધાર્થી અને બુટલેગરો પોલીસથી બચવા માટે દારૂ છુપાવવાના અવનવા કિમીયા અજમાવતા હોય છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામ પાસે દરોડો પાડી કુવાડવા રોડ પોલીસે રિક્ષા ચાલકને ઝડપી લીધો હતો રિક્ષાની તલાશી લેતા સ્પીકરના બોક્ષમાંથી વ્હીસ્કીનો જથ્થો મળી આવતા કબ્જે કર્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે રિક્ષાની તલાશી લેતા ટેપ વગાડવાના સ્પીકર બોક્ષમાંથી દારૂનો જથ્થો મળી આવતા પંજાબના માર્કાવાળી રૂા.૯ર હજારની વ્હીસ્કીની ૭૧ બોટલ મળી આવતા દારૂ અને રિક્ષા સહિત રૂા.૧.૯ર લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી દારૂ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો ? તે સહિતની દિશામાં તપાસના દૌર શરૂ કર્યો છે.
કુવાડવા રોડ પોલીસના પીઆઇ એ.એન.જાનીની રાહબરીમાં એએસઆઇ સંજયભાઇ કુમારખાણીયા, કોન્સ. જુગલભાઇ કથરીયા, હોમગાર્ડ અભીજીતસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુવાડવા ગામ જીઆઇડીસીના ઓવરબ્રીજ નજીક ચોટીલા તરફથી એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં આવતી નજરે પડતા તેને પોલીસ ચોકીએ લાવી પુછતાછ કરતા રિક્ષા ચાલકે પોતાનું નામ મેહુલ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ. ર૬, રહે ચુનારાવાડ, ભાવનગર રોડ)
બીજા દરોડામાં ક્રાઇમબ્રાંચના હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, ત્રીપદાબેન ભટ્ટ સહિતનો સ્ટાફે બાતમીના આધારે સિવિલ હોસ્પિટલ ચોકના બ્રીજ નીચેથી એકટીવા લઇને નિકળેલા મીનાક્ષીબેન મયુરભાઇ ડાભી (ઉ.વ.૩૧ રહે. ન્યુ શકિત સોસાયટી, ગુ.હા.બોર્ડ કવાટર, દુધ સાગર રોડ) ને પકડી લઇ એકટીવાની તલાશી લેતા તેની ડેકીમાંથી રૂા.૩ર૪૦ ની કિંમતના વ્હીસ્કીના ૧ર ચપલા મળી આવતા દારૂ અને એકટીવા સહિત રૂા.પ૩ હજારનો મુદામાલ કબ્જે કરી પુછતાછ શરૂ કરી છે.
ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-ર ની ટીમના એએસઆઇ એચ.જે. જાડેજા, હેડ કોન્સ. શકિતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, હેમેન્દ્રભાઇ વાધીયા, કોન્સ. કુલદીપસિંહ રાણા અને મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.૧૩ નજીક યદુનંદન ચોકના ખૂણેથી કરણસિંહ દિગુભાઇ જાડેજા (ઉ.વ. ૩ર રહે. વિનાયકનગર, મવડી રોડને પકડી તેની પાસે રહેલી કાપડની થેલીની તલાશી લેતા રૂા.૮ હજારની વ્હીસ્કીની ર૪ બોટલ મળી આવતા કબ્જે કરી તેની પુછતાછ શરૂ કરી છે.
ચોથા દરોડામાં બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ. એમ.ડી.કછોટ, કોન્સ. અજીતસિંહ પરમાર સહિતે મોરબી રોડ પર જકાતનાકા પાસે જમના પાર્ક સોસાયટીના ખૂણેથી ગૌરવ ઉર્ફે વીરૂ જગદીશભાઇ રાબડીયા (ઉ.વ. ર૪ રહે. વાલ્મીકી સોસાયટી)ને વ્હીસ્કીની બે બોટલ સાથે ઝડપી લીધો હતો.
પાંચમા દરોડામાં બી-ડીવીઝન પોલીસના હેડ કોન્સ. નરેશભાઇ ચાવડા, કોન્સ. જગમાલભાઇ જાદવ સહિતના સ્ટાફે ભગવતીપરા મેઇન રોડ પરથી દેશી જડીબુટીનું કામ કરતા રાજુ રોહનસીંગ ચીતોડીયા (ઉ.વ.પ૦ રહે. રતનપર ગામ ઝુંપડામાં મુળ મહારાષ્ટ્ર) ને વ્હીસ્કીની ૧ બોટલ સાથે પકડી લીધો હતો.
(2:35 PM IST)










