હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓકટોબર મહિનામાં NFSA હેઠળ બાજરી, મકાઇ, જુવારની અપુરતી અથવા શુન્ય ફાળવણીઃ અવેજમાં ચોખા ફાળવાયા તો CBDC કુપન જનરેટ થતા નથી !!
રાજયમાં ૩૬ લાખ પરીવારોને ઓન બોર્ડ કરવાના પ્રયાસોઃ પરંતુ હાલ માત્ર ૧૧ લાખ લાભાર્થીઓ ઓનબોર્ડ !! : સેંકડો લાભાર્થીઓને પાંચ કિલોને બદલે ૩ કિલો અનાજ મળી રહયું છે : કાર્ડ હોલ્ડરોમાં મોટો દેકારો : દુકાનદારો સાથે ઘર્ષણ : દુકાનદારો ઉકળી ઉઠયાઃ હાલ CBDC યોજના મુલત્વી રાખો : PNB ને આવેદન અપાયું : DSO એપથી કોઇ વિતરણ નહી થાય દિવાળી ટાણે જ રોજેરોજ માથાનો દુઃખાવો

રાજકોટ તા.૨૧: શહેર ફેર પ્રાઇસ શોપ એસો.ના આગેવાનો- હોદેદારોએ રાજકોટ જીલ્લા પુરવઠા અધીકારીને આવેદન પાઠવી NFSA હેઠળ બાજરી, મકાઇ અને જુવારના બદલે ફાળવવામાં આવેલા અવેજીના ચોખાના CBDC કુપન જનરેટ કરી લાભાર્થીઓને કાયદેસર મળવાપાત્ર અનાજનો સંપુર્ણ જથ્થો આપવા બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆતો કરી હતી, તેમજ આ યોજનામાં અનાજ વિતરણ કરવામાં ભારે ટેકનિકલ મૂશ્કેલીઓ પડતી હોય હાલ CBDC વિતરણની કામગીરી મોકુફ રાખવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, હાલમાં ગુજરાતમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન તથા કેન્દ્ર સરકારની CBDC યોજના હેઠળ PNB બેંકની એપ્લિકેશન મારફતે કૂપન સ્કેન કરીને અનાજનું વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં અંદાજે ૩૬ લાખ પરિવારોને આ યોજનામાં ઓનબોર્ડ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, પરંતુ હાલના અંદાજ મુજબ આશરે ૧૧ લાખ લાભાર્થીઓ જ ઓનબોર્ડ થયા છે. આ યોજના હેઠળ ઓનબોર્ડ થયેલા લાભાર્થીઓ માટે ચાલુ માસમાં જ્યાં બાજરી, મકાઈ કે જુવારની અપૂરતી અથવા શૂન્ય ફાળવણી છે. ત્યાં અવેજી તરીકે ફાળવવામાં આવેલા ચોખાના CBDC કૂપન PNB સિસ્ટમમાં જનરેટ થતા ન હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. પરિણામે, NFSA હેઠળ વ્યક્તિદીઠ મળવાપાત્ર પાંચ કિલો અનાજના બદલે કેટલાક લાભાર્થીઓને માત્ર ત્રણ કિલો અનાજ જ મળી રહ્યું છે. આ પરિસ્થિતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે અત્યંત મુશ્કેલીજનક છે.
આ બાબતે અમારા એસોસિએશન દ્વારા ગત તા. ૯ના રોજ લેખિતમાં સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી સમસ્યાનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. પૂરતો અનાજનો જથ્થો ન મળતાં લાભાર્થીઓ અને વાજબી ભાવની દુકાનના સંચાલકો વચ્ચે વિવાદો થઈ રહ્યા છે. દુકાનદારો સામે ઓનલાઈન ફરિયાદો પણ વધી રહી છે, જયારે કૂપન જનરેટ ન થવા જેવી ટેકનિકલ સમસ્યાને કારણે દુકાનદારોને બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આથી જે જિલ્લાઓમાં બાજરી, મકાઈ અને જુવારની ફાળવણી અપુરતી છે અથવા કરવામાં આવી નથી. ત્યાં અવેજી તરીકે ફાળવાયેલા ચોખાનો જથ્થો PNBની CBDC સિસ્ટમમાં તાત્કાલિક ઉપલબ્ધ કરાવી તમામ પાત્ર લાભાર્થીઓને અવેજીના ચોખાના કૂપન જનરેટ કરીને NFSA હેઠળ વ્યક્તિદીઠ મળવાપાત્ર પાંચ કિલો અનાજનો સંપુર્ણ જથ્થો મળી રહે તે સુનિヘતિ કરવામાં આવે.આવેદનમાં ઉમેરાયુ હતું કે, PNB સર્વર અને e-FPS સિસ્ટમ વચ્ચેની ગંભીર ટેકનિકલ સમસ્યાઓ ઉદભવી છે.
દર મહિને PNB સર્વર અત્યંત ધીમું ચાલતું હોવાની ફરિયાદો મળી રહી છે. દુકાનદાર PNB સર્વર પર લોગિન કરે ત્યારે e-FPS સિસ્ટમમાંથી આપમેળે લોગઆઉટ થઈ જવાની સમસ્યા સર્જાય છે. વધુમાં, PNB સર્વર પર ટ્રાન્ઝેક્શન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પણ e-FPSના લોગિન ડેશબોર્ડ પર અનાજના જથ્થામાં ઘટાડો થતો નથી અથવા તેની ઓનલાઈન અસર તાત્કાલિક જોવા મળતી નથી. આવી સ્થિતિમાં એક જ વ્યવહારની નોંધ બંને સિસ્ટમમાં યોગ્ય રીતે ન થવાને કારણે દુકાનદારો માટે વિતરણની કામગીરી આગળ વધારવી મુશ્કેલ બને છે. આ બાબતે સંબંધિત બેંક શાખા, PNBના જવાબદાર અધિકારીઓ તથા NIC સમક્ષ સ્ક્રીનશોટ સહિતના પુરાવા સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં સંતોષકારક જવાબ કે કાયમી ઉકેલ મળતો નથી.
હાલની પરિસ્થિતિમાં PNB સર્વર અને e-fPS સિસ્ટમ વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે તથા અનાજનો સંપૂર્ણ જથ્થો કુપનમાં જનરેટ ન થવાને કારણે વાજબી ભાવના દુકાનદારો માટે CBDC મારફતે નિયમિત અને પારદર્શક રીતે વિતરણ કરવું શકય બની રહ્યું નથી. અંતમાં, આપને વિનંતી છે કે ઉપરોક્ત તમામ બાબતોની ગંભીરતાપૂર્વક નોંધ લઈ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જ્યાં સુધી CBDC યોજના હેઠળ ઉપયોગમાં લેવાતું PNB સર્વર નિયમિત અને યોગ્ય રીતે કાર્યરત ન થાય, સફ્ળ ટ્રાન્ઝેક્શન બાદ e-FPSમાં જથ્થાની ઓનલાઈન અસર તાત્કાલિક ન આવે અને લાભાર્થીઓને મળવાપાત્ર સંપૂર્ણ જથ્થાનું કુપન તથા બિલ જનરેટ ન થાય, ત્યાં સુધી રાજ્યના વાજબી ભાવના દુકાનદારો CBDC સિસ્ટમ મારફતે વિતરણ કે બિલ જનરેશનની કામગીરી કરવા સક્ષમ નથી. અને pnb મરચન્ટ એપ થી કોઈ વિતરણ કરશે નહીં જેની ગંભીરતાથી નોંધ લેવા વિનંતી.










