તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 4th November 2026
માત્ર ચાની રકાબી પુરતો સંબંધ શું ગુરૂ શિષ્યનો હોય ?

રાજકોટઃ જયારે દારિદ્રતાની અસર જીવનપર્યંત મનમાંથી દૂર ન થાય, તો તેની માનસિક અસર કેવી હોઇ શકે? બાળપણની ગરીબાઇમાંથી પસાર થયેલા એવા બ્રિટનનાં વેલ્સ પ્રાંતના એક-એક ખડતલ મહેનતું યુવાન કે, જેને ઘરની આર્થિક જવાબદારી સાથે શાળાનાં અભ્યાસમાં પણ એટલું જ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી હતું. વેલ્સ, પ્રાંતનાં ખેતરોમાં ઘાસનાં પૂળા ઉપાડીને જે જે વેતન પ્રાપ્ત થાય, તેમાંથી ઘરનો તથા શિક્ષણનો ખર્ચો મેળવવો એ ઘણું જ કઠીન હતું. તેમ છતાં જેના માટે વર્તમાનનું લક્ષ્ય વધારે મહતવનું હતું. એવા આ બ્રિટનનાં યુવાન રિચાર્ડ જે ભવિષ્યમાં મહાન અભિનેતા તરીકે પ્રસિધ્ધ થાય, તેવી સદભાવના તેના હિરા પારખુ ઝવેરી ગુરૂ-સમાન-શિક્ષકમાં હતી. શાળાના અભ્યાસ દરમ્યાન જેની દિવ્યદ્રષ્ટિ- આશીર્વાદરૂપે રિચાર્ડ પર હતી. યુવાન રિચોર્ડમાં રહેલી આંતરીક શકિતને તેના વ્યકિતત્વનાં રૂપમાં બહાર લાવનાર- તેના ગુરૂ ફિલીપ બર્ટન જયારે રિચાર્ડ દ્વારા પાઠયપુસ્તકના-ફકરા પેરેગ્રાફ વંચાવતા હતા, ત્યારે જ ગુરૂએ પારખીને એક જ અભિપ્રાય આપ્યો, જે આગળ જતા ભવિષ્યમાં રિચાર્ડને અભિનેતા બનવાના વ્યકિતત્વને વધારે પ્રોત્સાહન મળ્યું.
(રિચાર્ડે જીવનના એક હાર્દ-રૂપે-ગુરૂ ફિલીપ બર્ટનને સ્વીકારી રિચાર્ડ તેના નામ સાથે -ગુરૂને પણ આજીવન ઓળખરૂપે સ્વિીકારીને- એક મહાદક્ષિણારૂપે ગુરૂની બર્ટન અટક તેના નામ સાથે સંલગ્ન થઇ. ત્યારથી-આ વિશ્વપ્રસિધ્ધ મહાન- અભિનેતા-રિચાર્ડ બર્ટનના નામે સિને દર્શકો ઓળખતા થયા. કોઇ પણ ઐતિહાસિક તથા વિશ્વયુધ્ધની જાસુસી કથા હોય, એવા અઘરા અઘરા પાત્રોની ભૂમિકાઓ ભજવવી રિચર્ડ માટે સહજ હતી. એક જ શ્વાસમાં લાંબા સંવાદોને બોલવાની-કલા-રિચાર્ડની આગવી સુઝ તથા ઊંડી સમજ હતી) હોલીવૂડની-વિશ્વપ્રસિધ્ધ (એકેકઝાંડર, ફિલીઓપેટ્રો, રેઇડ ઓન રોમેલ, વેર ઇગલ્સ ડેર જેવી ફિલ્મો દ્વારા આજે પણ રિચાર્ડ બર્ટન જીવંત બન્યા છે.) રિચાર્ડ આજે હયાત નથી., પરંતુ હોલીવુડના ઝવેરી જેવા દિગ્દર્શકોએ રિચાર્ડની હયાતીના પુરાંત માટે એક તત્કાલીન નવોદીત અભિનેતાની શોધ કરી હતી. જેને સિને-દર્શકો-રસેલ્સ-ક્રૂ ના નામથી ઓળખે છે જેની ફિલ્મ ગ્લેડીએટર્સ પણ- રિચાર્ડની ફિલ્મ એલેકઝાંડરની સમાંતર રહી હતી. ફિલ્મ-ફિલઓપેટ્રામાં સહ-અભિનેત્રી હોલીવૂડની-તત્કાલીન રૂપસુંદરી- એલીઝાબેથ (એલીઝાબેથ-ટેલર સાથે રિચાર્ડના સાતવારનાં લગ્ન અને છૂટાછેડાના પ્રસંગો-તેના જીવનનાં મહત્વનાં અંશો રહયા હતા. એલેકઝાંડરની ઓળખ ભારતના ત્યારનાં શાસકો-સિકંદર તરીકે ઓળખતા હતા.)
ભૂષણ કારેલીયા -રાજકોટ
(3:53 PM IST)










