News of Wednesday, 18th November 2026
ઇશ્વરીયા પાર્કને વર્ષે પોણા કરોડની ખોટઃ આ વર્ષે દિવાળીમાં માત્ર ૩ હજાર લોકોએ મુલાકાત લીધી
૭ દિવસમાં માંડ પપ હજારની આવકઃ બોટીંગ-રાઇડસ બંધ હોય લોકોએ મોઢું ફેરવ્યું

રાજકોટ, તા. ૧૮: રાજકોટ કલેકટર તંત્ર દ્વારા માધાપર ગામ પાસે બનાવાયેલ ઇશ્વરીયા પાર્ક સાવ ધોળ હાથી સમાન સાબીત થયો છે, દિવાળીના તહેવારોમાં તા. ૮ થી ૧પ દરમિયાન માત્ર ૩ હજાર લોકોએ આ પિકનિક પોઇન્ટનો લાભ લીધો હતો. આ ૩ હજારમાં પ૦૦ તો બાળકો હતા.
અધિકારી સૂત્રોના કહેવા મુજબ હાલ મ્યુઝીકલ ફાઉન્ટેન, બોટીંગ અને રાઇટસ બંધ છે. પરીણામે હવે લોકો મોઢુ ફેરવી રહયા છે. અંદાજે ૮૦ એકરમાં ફેલાયેલ ઇશ્વરીયા પાર્કને તંત્રની બેદરકારીને કારણે વર્ષે પોણા કરોડ આસપાસની ખોટ જઇ રહી છે. મહીને માંડ ૮૦ હજારથી લાખની આવક છે અને પગાર સહિતના તમામ જાળવણીમાં ખર્ચ મહીને ૬ થી ૭ લાખ થઇ રહયા છે. દિવાળીના તહેવારમાં પણ માંડ પપ હજાર જેવી આવક થયાનું નોંધાયું હતું
(3:56 PM IST)










