તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
પતિના આડાસંબંધ અને ત્રાસને લીધે હિરલબેને આપઘાત કર્યાનું ખુલ્યું
ભગવતીપરાની પરિણીતાએ ગળાફાંસ ખાઇ જીવ દીધો હતોઃ મરવા મજબૂર કરવા અંગે તેણીના પિતાની બી-ડિવીઝન પોલીસમાં જમાઇ વિરૃધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૧૨: ભગવતીપરામાં રહેતી હિલરબેન કિરણભાઇ દાતણીયા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ આપઘાત કરી લીધાના બનાવમાં પતિના આડાસંબંધ અને ત્રાસ કારણભુત હોવાનું ખુલતાં આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.
શરૃઆતમાં પોલીસ સમક્ષ પતિ કિરણભાઇએ એવુ કહ્યું હતું કે પત્નિને દિવાળી કરવા માવતરે જવું હતું પણ પોતે અને પત્નિ પારેવડી ચોકમાં ફુલનો ધંધો કરતાં હોઇ ધંધામાં સીઝન હોઇ રજા પછી વતન જવાનું કહેતાં તેણીએ આ પગલુ ભર્યુ હતું. પરંુત આપઘાત કરનારના પિતા હાલ રાજકોટ રહેતાં મુળ વિછીયા પંથકના દલાભાઇ બચુભાઇ ઉધરેજીયાએ એવી ફરિયાદ નોંધાવી છે કે દિકરી હિરલને તેના પતિ કિરણ દાતણીયાનો ત્રાસ હતો. તે નાની નાની વાતે મારકુટ કરતો હતો. આ ત્રાસથી કંટાળી તેની દિકરી હિરલે અગાઉ પતિ વિરૃધ્ધ મહિલા પોલીસમાં અરજી પણ કરી હતી. દરીમાયન જમાઈ કિરણને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોઇ જેથી અગાઉ દિકરી હિરલ એસિડ પણ પી ગઇ હતી. પીએસઆઇ એમ. આઇ. શેખે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:11 PM IST)










