તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
જગદંબા સ્વરૂ૫ દિકરીના કુમકુમ પગલા કરાવી ‘સહીયર'નો શુભારંભઃ રાસની જમાવટ પહેલા નોરતે જામી
ડો. ઘનસુખભાઈ ભંડેરી, મેયર ડો. નેહલભાઈ શુક્લ હસ્તે ઉદ્દઘાટનઃ સુરેન્દ્રસિંહવાળા -ક્રિષ્નપાલસિંહ વાળા દ્વારા હવનનું આયોજન

રાજકોટઃ સહિયર કલબ આયોજીત રાસોત્સવના પ્રથમ નોરતાની સંધ્યાએ માં ના મંદિરે હવન યજ્ઞ કરી પુજા કરી હતી. ત્યારબાદ પરિવારના બે નાનકડા જગદંબા સ્વરૂ૫ દિકરીબા ધર્માંગીબા તથા મોક્ષીકાબાના કુમકુમ પગલા સહિયરના પટાંગણમાં કરાવી નોરતાનો શુભારંભ કરાયો હતો.
સહિયર રાસોત્વસમાં રીબીન કાપી ઉદ્દઘાટની પરંપરા સતત ૨૬મી વાર ડો. ઘનસુખભાઈ ભંડેરીએ નિભાવી તથા મંગલ પ્રારંભ અને પ્રથમ આરતી શહેરના મેયર નેહલભાઈ શુક શુક્લના હસ્તે કરવામાં આવી. પ્રથમ આરતીગાર તેજસ શિશાંગીયા તથા પુનમ ગોંડલીયાએ કર્યું હતું.
સહિયરના વિશાળ પટાંગણને ખેલૈયાઓની પ્રથમ નોરતે જ ભરાયેલુ જોઈ આયોજકોએ દિલતી ખેલયાઓનો પ્રેમ બદલ આભાર વ્યકત કર્યો હતો.
રાસની રંગતના પ્રથમ દોરમાં ગરબા કિગ રાહુલ મહેતા તથા બીજા દોરમાં પુનમ ગોંડલીયાએ રંગત જમાવી હતી.
સમગ્ર ગુજરાતમાં રકતદાન જાગૃતિ માટે બાઈક પર પ્રવાસે નીકળેલા ડો. મનીષ અને ટીમ દ્વારા રકતદાન જાગૃતિ માટે સંદેશ આપ્યો હનો. ફાઈનલ ફયુઝન રાસ રાહુલ મહેતાની રંગત બાદ વંદે માતરમથી રાસોત્સવને અલ્પવિરામ અપાયો હતો.
વિજેતા પ્રિન્સ સીનીયર રાદુહ દોગા, પ્રિન્સેસ ખુશી ગોહેલ, કુનાલ ભારદીયા, ધ્રુવી ગરાચ, મોહિત મકવાણા, હિના જરીયા, વેલડ્રેસ, નયન ઠકકર, આરતી ચૌહાણ, જુનીયર વિજેતા, જીતેશ ડોડીયા, આશિષ કુકાવા, વેલડ્રેસ, કૃપા જોબનપુત્રા, જુનીયર વિજેતા, પ્રિયાંશી ડાંગર, વિકવ સોરઠીયા, ક્રિપા મકવાણા, કરન સારીયા, ક્રિષ્ના કાકડીયા, વેલડ્રેસ, હિતાર્થ જોબનપુત્રા, વેલડ્રેસ, તન્વી સોલંકી જાહેર થયા હતા. વિજેતાઓને એલસીબી પી.એસ.આઈ. પી.ડીફ઼ ઝાલા પરિવાર, ક્રિનાબા ઝાલા, જયેસ્વરીબા જાડેજા, રવિભાઈ આડેસરા, દિવ્યરાજસિંહજી જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્ખર, ચેતનસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, ક્રિષ્નાપાલસિંહ રાણા, પંકજભાઈ જૈન (અર્હમ સારીઝ), જેસીંગ મુંધવા, મીહીરભાઈ દવે, નિખીલ ગોહેલ, અનિરૂધ્ધસિંહ જાડેજા, ધર્મેશ ગોહેલ, હર્ષ ધામેચા, અમીત પરમાર તથા જાતિનભાઈ બગડાઈના હસ્તે ઈનામો અપાયા હતા.
અર્હમ સારીઝ પંકજ જૈન દ્વારા લોકગાયીકા પુનમ ગોડલીયાને સુરેન્દ્રસિહ વાળાના હસ્તે બેસ્ટ પરફોમર તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
(3:28 PM IST)










