તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
જય જલારામ... સોમવારે સવારે ચૌધરીના મેદાનથી શોભાયાત્રાનો પ્રારંભ
ટુકડો ત્યાં હરિ ઢુકડો, હળીમળીને રહીએ, એજ જલારામબાપાનો સંદેશ વિવિધ ધાર્મિક ફલોટસ સીદી બાદશાહનું ધમાલ નૃત્ય આકર્ષણ જમાવશે, મહાઆરતી, મહાપ્રસાદ, જલારામબાપાની ઝુંપડીના દર્શન

રાજકોટઃ વિશ્વ વંદનીય સંત પુરુષ
પૂજ્ય શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી નિમિત્તે તા.૧૬, સોમવાર (કારતક સુદ સાતમ)ના રોજ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.આ શોભાયાત્રામાં રાજકોટના તમામ જલારામ ભક્તો, સંતો-મહંતો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, વેપારી ભાઈઓ-બહેનો તથા ધર્મપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાશે.
સોમવારે સવારે ૯:૧૫ કલાકે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રા નિમિત્તે સંતો-મહંતોનું સ્વાગત, દીપ પ્રાગટ્ય, પૂજન તથા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવશે.આ કાર્યક્રમ સવારે ૧૦ કલાક સુધી ચાલશે. ત્યારબાદ સંતો-મહંતોના વરદ હસ્તે સવારે ૧૦ કલાકે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં થી પૂજ્ય જલારામ બાપાના જયજયકાર સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે.
શોભાયાત્રાનો સંપૂર્ણ રૂટ આ મુજબ છે. ૧. સવારે ૧૦ કલાકે,ચૌધરી હાઈસ્કૂલ -હરિહર ચોક-સદર બજાર.,સદર બજાર ખાતે સવારે ૧૦:૧૫ કલાકે શોભાયાત્રા પહોંચશે. અહીં અંદાજે ૧૫ મિનિટ રોકાણ રહેશે તથા સદર બજાર મિત્રમંડળ, નવરંગ સ્ટોર અને કક્કડ બ્રધર્સ દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે.,૨. સવારે ૧૦:૨૫ કલાકે વિનોદ બેકરી- ફૂલછાબ ચોક - આશાપુરા પાન - નેમીનાથ એન્ટરપ્રાઇઝ- જનસત્તા ચોક.,
૩. સવારે ૧૦:૩૦ કલાકે અકિલા પ્રેસ
અકિલા પ્રેસ ખાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા સમગ્ર ગણાત્રા પરિવાર દ્વારા શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે.
૪. સવારે ૧૦:૪૫ કલાકે,મોટી ટાંકી ચોક-જલારામ ચિકી - લીમડા ચોક.,જલારામ ચિકીના શ્રી પ્રકાશભાઈ ચોટાઈ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.,૫. સવારે ૧૧ કલાકે
લીમડા ચોક થી- જવાહર રોડ- એસબીઆઈ જીમખાના બ્રાન્ચ -ગેલેક્સી કોમર્શિયલ સેન્ટર - આલ્ફ્રેડ હાઈસ્કૂલ.,૬. સવારે ૧૧:૧૫ કલાકે,જુબેલી ચોક- ગોપાલ બ્રધર્સ થઈ-જૂની શાક માર્કેટ ચોક.,૭. સવારે ૧૧:૩૦ કલાકે,પરા બજાર પાસેથી શોભાયાત્રા પસાર થશે.,૮. સવારે ૧૧:૪૫ કલાકે,ધર્મેન્દ્ર રોડ ખાતે , ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન ઘી કાંટા રોડ વેપારી એસોસિએશન તથા સમગ્ર વેપારી ભાઈઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે., ૯. બપોરે ૧૨ કલાકે,ધર્મેન્દ્ર રોડ થી - સાંગણવા ચોક.
સાંગણવા ચોક ખાતે તમામ શોભાયાત્રીઓ તથા જલારામ ભક્તો માટે આઈસ્ક્રીમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં શ્રી દિલીપભાઈ ચંદુલાલ પોપટ તથા મુખ્ય યજમાન તરીકે શ્રી અશ્વિનભાઈ જોબનપુત્રા શ્રી પ્રવીણભાઈ કાનાબાર શ્રી જશુભાઈ પારી શ્રી દિનેશભાઈ પારી શ્રી ભરતભાઈ સોઢા શ્રી નિલેશભાઈ જોબનપુત્રા વગેરેનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે.
બાદમાં આ શોભાયાત્રા૧૦. બપોરે ૧૨:૧૫ કલાકે રાજેશ્રી સિનેમા રોડ- પ્રહલાદ રોડ મેઈન રોડ.,૧૧. બપોરે ૧૨:૩૦ કલાકે અંબિકા ગરબી મંડળ- કરણપરા ચોક. પહોંચશે ત્યાં કરણપરા ચોક ખાતે અંબિકા ગરબી મંડળ, શહેર ભાજપ તથા અનેક મહાનુભાવો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.૧૨. બપોરે ૧૨:૪૫ કલાકે કરણપરા ચોક થી-કેસરિયા લોહાણા મહાજનવાડી વાળો રસ્તો -કિશોરસિહજી રોડ -પાસે શ્રી મનોજભાઈ રાજદેવ પરિવાર દ્વારા શોભાયાત્રા નુ સ્વાગત કરવામાં આવશે ત્યાંથી શ્રી કેશુભાઈ મહેતાની આંખની હોસ્પિટલ-નાગરિક બેંક, ભુપેન્દ્ર રોડ શાખા -કોર્પોરેશન ચોક શોભાયાત્રા પહોંચશે કોર્પોરેશન ચોક ખાતે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.,૧૩. બપોરે ૧૨:૫૦ કલાકે કોર્પોરેશન ચોકથી-જૂનું પાવર હાઉસ- ત્રિકોણ બાગ ખાતે શોભાયાત્રા પહોંચશે,ત્રિકોણ બાગ ખાતે પણ શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.
૧૪. બપોરે ૧કલાકે ત્રિકોણ બાગ થી-એસબીઆઈ જીમખાના રોડ - તોરલ બિલ્ડિંગ - એવરેસ્ટ બિલ્ડિંગ- લીમડા ચોક - જલારામ ચિકી - પંચનાથ મહાદેવ મંદિર. પહોંચશે,બપોરે ૧:૧૫ કલાકે પૂજ્ય જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પંચનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે અને ત્યાં વિરામ પામશે. પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ પાવન પ્રસંગે સર્વે જલારામ ભક્તો તથા ભાવિકો માટે પૂજ્ય જલારામ બાપાની ભવ્ય મહાઆરતી. તમામ જલારામ ભક્તો માટે ભવ્ય મહાપ્રસાદ.જલારામ બાપાની ઝૂંપડીનાં દિવ્ય દર્શન. આકર્ષક રંગોળીનાં દર્શન.પૂજ્ય જલારામ બાપાનાં દિવ્ય દર્શન. મહાઆરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાએલ છે. જલારામ ભકતો, ધર્મપ્રેમીજનોને આમંત્રણ અપાયું છે.
આ અંગે વિશેષ માહિતી માટે મો. ૯૪૨૬૨ ૫૪૯૯૯,૭૭૦૦૦ ૨૭૦૦૦,૯૮૨૫૨ ૩૬૯૪૭, ૯૮૨૫૦ ૭૨૦૭૯,૯૯૯૮૭ ૫૫૮૮૫,૯૩૭૫૭ ૩૨૦૩૨,૯૬૬૪ ૮૨૫૯૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(4:11 PM IST)










