<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

મેં છોકરી ભગાડી એમાં તું બહુ રસ લેતો'તો...મેહુલને આંતરી જીજ્ઞેશ ઉર્ફે જીગો સહિતના તૂટી પડયા

લાતીપ્‍લોટમાં રહેતાં યુવાન પર કુટુંબી ભત્રીજાનો હુમલોઃ બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: લાતી પ્‍લોટમાં રહેતાં એક યુવાનને ઘર નજીક આંતરી તેના જ કુટુંબી ભત્રીજા સહિત ત્રણે ઢીકાપાટુનો માર મારી છરીથી પણ ઇજા કરતાં સારવાર લેવી પડી છે. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ લાતી પ્‍લોટ-૧૦માં રહેતાં મેહુલભાઇ પરબતભાઇ માલકીયા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી જીજ્ઞેશ ઉર્ફે જીગો સુરેશભાઇ માલકીયા, તેનો ભાઇ રોહિત અને તેના કાકા વ્‍જિયભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મેહુલભાઇ પરિવાર સાથે રહે છે અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે આજથી બે માસ પહેલા મારી કુટુંબિક ભાણેજને અમારો કુટુંબી ભત્રીજો જીગ્નેશ જીગો સુરેશભાઈ માલકીયા ભગાડી લઈ ગયેલ હતો ત્‍યારથી અમારે તેના સાથે મન દુઃખ ચાલે છે. સાંજે સાડા પાંચેક વાગ્‍યાના સમય હું લાતી પ્‍લોટ શેરી નંબર ૧૦ પાસે આવેલ ભારત પાન નામની દુકાને ઉભો હતો ત્‍યારે જીગ્નેશ ઉર્ફે જીગો તથા તેનો ભાઈ રોહિત તથા તેના કાકા વિજયભાઈ આ ત્રણે મારી પાસે આવ્‍યા હતાં. આ લોકો મારી સાથે ઝઘડો કરશે તેવું મને લાગતા હું ત્‍યાંથી થઇ ગયો હતો. પરંતુ ત્રણેય મારી પાછળ આવવા લાગ્‍યા હતાં. હું શેરી નંબર ૯ પાસે પહોંચેલ ત્‍યારે ત્રણેયએ આંતરી લીધો હતો.

બાદ તેણે કહેલું કહ્યું કે-હું છોકરીને ભગાડી ગયેલ તેમાં તું બહુ રસ લેતો હતો અને મારા ઉપર તે જ કેસ કરાવેલ હતો તેમ કહી ત્રણેય ભૂંડી ગાળો દેવા માંડયા હતાં. જીગાના હાથમાં છરી હોઇ મને મારવા જતાં મેં હાથેથી પકડી લેતાં ડાબા હાથથી પકડી લેતાં રોહિત અને વિજય ઢીકાપાટા મારવા માંડયા હતાં.  દેકારો થતાં મારા કાકાનો દિકરો કિશોરભાઇ અને બનેવી લક્ષમણભાઇ આવી ગયા હતાં અને મને છોડાવ્‍યો હતો અને ૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં ખસેડયો હતો. મેહુલભાઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડીવીઝન પીએસઆઇ એમ.આઇ. શેખએ ગુનો નોંધ્‍યો છે.

(3:55 PM IST)