તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી રાસોત્સવમાં જેમ જેમ રાત પડે... તેમ તેમ જોશ ચડે...તેવો માહોલ સર્જાયો
આજે રાત્રે ૧૭ વર્ષની સેકસોફોન આર્ટીસ્ટ મળણાલ સાલુખેનો લાઈવ કાર્યક્રમ યોજાશે

રાજકોટઃ જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવમાં સાતમા અને આઠમા નોરતે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નૈનેશભાઈ શાહ (એસેન્ટ એડ.) રોટરી નાં પ્રેસીડન્ટ કૌશીકભાઈ પારેખ, ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, પંચવટી દેરાસરનાં પ્રફુલભાઈ ધામી તથા સુનીલભાઈ કોઠારી, જૈન મોટા સંઘનાં કમલેશભાઈ મોદી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, સહીતનોં ઉપસ્થિત રહયા હતા. મુકેશભાઈ દોશી (મોર્ડન) તથા સમગ્ર પરિવાર ઉપરાંત રોલેકસ રીંગ્સનાં મનીષભાઈ મડેકા, રેખાબેન મડેકા, પીનાકીનભાઈ મડેકા, નમીતાબેન મડેકા, મીહીરભાઈ મહેતા, હર્ષીલભાઈ મહેતા તથા સમગ્ર પરિવાર સાથે માં જગદંબાની આરતીનો લાભ લીધો હતો.
આ ઉપરાંત આજે રાત્રે ૧૨ પછી માત્ર ૧૭ વર્ષની વયે સમગ્ર ભારતમાં સેકસોફોન આર્ટીસ્ટ તરીકે કાઠું કાઢનાર મુંબઈની ખ્યાતનામ બાળ કલાકાર મળણાલ સાલુખે સેકસોફોન બેઝડ ગીતોનો રસથાળ પીરસશે. તમામ લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ દ્વારા આયોજીત રાત્રે ૧૨ પછી ઇવેન્ટ યોજાશે.
સાતમાં નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રિયાંશુ શાહ, ઘેલાણી વર્ધમાન, રૂપાણી હર્ષ જ્યારે પ્રિન્સેસ તરીકે ઈશા ઉંચાટ, ઝાટકીયા આરતી, મનાલી શેઠ તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે મહેતા મોક્ષ, મહેતા મીત, મહેત ક્રીશ અને કીડસ પ્રીન્સેસ તરીકે મહેતા મીસ્ટી, મહેતા કેશવી, ઈશીતા દોશી વિજેતા બન્યા હતા.
ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્સમાં ધ્રુવ તિર્થેશ, યુગ શેઠ, શાહ દેવાંશુ અને સીનીયર વેલડ્રેસ પિન્સેસમાં માવાણી ઈશીતા, કોઠારી વિધી, કામદાર મેઘા ઉ૫રાંત જુનીયર વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે મહેતા મોનલી, આશરા જીત, શાહ નિર્મિત અને જુનીયર વેલડ્રેસ કીડસ મહેતા તનિષા, પારેખ ધ્યાના, કોઠારી જેની ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાતમાં નોરતે નિર્ણાયક તરીકે ડો.નિરાલી કોરવાડીયા, ઈશાન કાથરાણી, વેલેન્ટીના પંડયા, રીમ્પલ વડારીયા, શ્રળતિ પરસાણા એ પોતાની સેવા આપેલ.
આ સાતમા નોરતાનાં વિજેતા ખેલૈયાઓને દિપકભાઈ મહેતા, કે.એમ. પટેલ, રશ્મીભાઈ ઉપાઘ્યાય, મેહુલભાઈ અજમેરા, ધર્મેશભાઈ શાહ, અક્ષીતભાઈ શેઠ, વિજયભાઈ કાગદી (સેન્ટ્રલ), મનીષભાઈ મહેતા (મીડટાઉન), જીનેશભાઈ મહેતા, મેહુલભાઈ દામાણી, સોમેશભાઈ મહેતા, પારસભાઈ શેઠ, યશભાઈ ઉદાણી, સેજલભાઈ કોઠારી, કેતનભાઈ ગોસલીયા, હીરેનભાઈ દોશી, જીગરભાઈ પારેખ, સંદીપભાઈ મહેતા, ચંદ્રેશભાઈ મહેતા, રાજનભાઈ દોશી, મુકેશભાઈ દોશી, મીલેશભાઈ મહેતાનાં હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.સાતમા નોરતે નિર્ણાયક તરીકે ડો.ભુમિબેન દવે, ડો.ઝલક ઉ૫ાઘ્યાય અને આરતીબેન કોટકએ પોતાની ઉત્કળષ્ઠ સેવા આપી હતી. અને ડો.ભુમીબેનનું સન્માન નિશાંતભાઈ વોરા, આરતીબેન કોટકરનુઃ સન્માન અનીષભાઈ વાધર અને ડો.ઝલક ઉપાધ્યાયનું સન્માન ભાવીનભાઈ ઉદાણી દ્વારા કરવામાં આવેલ હતું.
આજનાં આઠમા નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં બાટવીયા સન્ની, યશ ઉદાણી, ગાંધી રક્ષીત, જ્યારે પ્રિન્સેસ તરીકે તુલશી દફતરી, કાજલ વોરા, ઝાટકીયા ભવ્ય તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે મહેતા આર્યન, કોઠારી તથ્ય, પટેલ આદિત્ય અને કીડસ પ્રીન્સેસ તરીકે પારેખ ધ્વની, હેત્વી દોશી, હપાણી માહી વિજેતા બન્યા હતા.
ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્સમાં ધવલ કોઠારી, શાહ ઈશીત અને સીનીયર વેલડ્રેસ પિન્સેસમાં ગાંધી મલીકા, દોશી ચાર્મિ, મોદી દેવલ ઉ૫રાંત જુનીયર વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે અમલાણી મંથન, શાહ નિહાન, દોશી ઈશાન અને જુનીયર વેલડ્રેસ કીડસ પ્રીન્સેસ તરીકે શેઠ સૌમ્યા, શાહ રાજવી, ઝાટકીયા કયારા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આઠમા નોરતે નિર્ણાયક તરીકે હર્ષદભાઈ ગોહેલ, ધર્મેશભાઈ જોબનપુત્રા, તન્વીબેન જોબનપુત્રા, ડો.મમતાબેન કોટેચા એ પોતાની સેવા આપેલ હતી.
આ આઠમા નોરતાનાં વિજેતા ખેલૈયાઓને નીલેશભાઈ દેસાઈ (તપસ્વી સ્કુલ), પ્રશાંતભાઈ સંઘવી, ભાવિકભાઈ સંઘવી, સેજલભાઈ કોઠારી, કૌશીકભાઈ પરીખ, જયંતભાઈ અગ્રવાલ, નીપુણભાઈ દોશી, અમીતભાઈ દોશી, ચિરાગભાઈ દોશી, કમલેશભાઈ શાહ, જયેશભાઈ મહેતા, નિલેશભાઈ ભાલાણી, વૈભવભાઈ સંઘવી, હાર્દિકભાઈ કોઠારી, અલ્પેશભાઈ મહેતા, ભાગ્યેશભાઈ મહેતા, કરણભાઈ બારજે, કુમારી હીરલ ગાઠાણી, જુગલભાઈ દોશી, શ્રીમાન કૌશીકભાઈ કોઠારી, કુશલભાઈ કોઠારી, હીરેનભાઈ પુજારા, સુજીતભાઈ ઉદાણી, વિભાશભાઈ શેઠ, મેહુલભાઈ દામાણીનાં હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.આઠમા નોરતનાં નિર્ણાયક તરીકે હર્ષદભાઈ ગોહેલનું સન્માન સિંગર ઉમેશભાઈ બારોટ, ધર્મેશભાઈ જોબનપુત્રાનું સન્માન દ્રષ્ટી કાલાવડીયા, તન્વીબેન જોબનપુત્રાનું સન્માન સિંગર મોના ભટ્ટા, ડો. મમતાબેન કોટેચાનું સન્માન સિંગર પ્રદિપભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ હતું
(3:20 PM IST)










