તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન)નવરાત્રી : મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુઃ ગર્વમેન્ટ એસઓપી મુજબનું મેડીકલ યુનિટ ખડુ કરાશે
૧૦ દિવસ પેરામેડીકલ સ્ટાફ, ઓકિસજન, બેડ, એમ્બ્યુલન્સ તથા ડોકટરોની ટીમ ખડેપગે રહેશે : રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં સીઝન પાસ મેળવવા ઈચ્છતા જૈન ખેલૈયાઓની સુવિધા માટે બુકીંગ સેન્ટર કાર્યરત

રાજકોટઃ અવિરત છેલ્લા ૧૦ વર્ષથી પોતાના આયોજન દ્વારા જૈન ખેલૈયાઓમાં એક આગવી છાપ ઉભી કરનાર જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ ૨૦૨૬ ની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુકયો છે. મધ્યસ્થ કાર્યાલયનો કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, ૨૭/૩૮ ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલની પાછળ, રાજકોટ ખાતે જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી મુકેશભાઈ દોશી (મોર્ડન) તથા જીતુભાઈ બેનાણીનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મુકેશભાઈ દોશીના પુત્ર રાજન મુકેશભાઈ દોશી ઉપસ્થિત રહયા હતા.
કાર્યાલય ઉદ્ધાટન સમયે બાલીકા દ્વારા ઉદઘાટકોનું કુમકુમ તિલક કરી અભિવાદન કરી સાફા અને ખેસ પહેરાવીને બહુમાન કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ દોશી (મોડર્ન) તથા જીતુભાઈ બેનાણીનાં હસ્તે રીબીન કાપી કાર્યાલયને કાર્યરત કરાવવામાં આવ્યું હતું.
સરકારશ્રી દ્વારા પ્રાચિન-અર્વાચિન રાસોત્સવ માટે એક ગાઈડલાઈન જાહેર કરી કોઈપણ અજુકતી પરિસ્થિતીને કે મેડીકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડીકલ યુનિટ રાસોત્સવનાં સ્થળે બનાવવા માટે ફરજીયાત કરવામાં આવેલ છે. તે મુજબ ગ્રાઉન્ડ ખાતે એક હોસ્પિટલમાં હોય તેવું જ મેડીકલ યુનિટ ઉભું કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.
આઇ.એમ.એ. રાજકોટના પૂર્વ પ્રેસીડેન્ટ ડો. પારસભાઇ ડી. શાહ એ આ વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે જૈનમ નવરાત્રી મહોત્સવનાં ગ્રાઉન્ડ ઉપર કોઇ પણ હોસ્પીટલમાં હોય છે, તેવું આઈસીયુ યુનીટનું માઇક્રો સાઇઝ સેટઅપ ખડુ કરવામાં આવશે. ગરબાના ગ્રાઉન્ડ ઉપર દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્થાન ઉપર આ ઇમરજન્સી મેડીકલ સેન્ટર માટે એક અલાયદો ટેન્ટ બનાવામાં આવશે. જેમાં બે બેડ, કુલર, પંખા, પડદા, વ્હીલચેર, સ્ટ્રેચર, સહીતની દર્દીને બેસવા, તપાસવા માટેની સુવિધા હશે.
ડીહાઇડ્રેશન થવા, સુગર લેવલ ઘટી જવા જેવા કીસ્સામાં દર્દીને હાજર બેડમાં ઇન્ટ્રાકેથ દ્રારા બ્લડ સેમ્પલ લઇને જરૂર પડયે ગ્લુકોઝ કે સલાઇન ના ડોઝ (બાટલા) ચડાવવા ની સુવિધા ઉપલબ્ધ હશે. રમત દરમ્યાન ખેલૈયાઓને ઇજા થાય, મોચ આવી જવા જેવા સમયે સ્થળ ઉપર જ જરૂર પડયે ટાંકા લેવા, પાટાપીંડી કરવા સાથે પેઇનકીલર અને ધનુરના ઇન્જેકશનો હાજર રાખવામાં આવશે. રાસોત્સવનાં ૧૦ દિવસ દરમ્યાન દરરોજ એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા એક્ષપર્ટ ડોકટરો નવરાત્રી દરમ્યાન રાત્રે ૮ થી ૧૨ સુધી ઉપલબ્ધ રહેશે. જૈનમ પરિવારનાં જ સભ્યો એવા એક્ષપર્ટ ડોકટરોની ટીમ માં તજજ્ઞ ડોકટરો ડો. રાજુભાઇ કોઠારી, ડો. અમીતભાઇ હપાણી, ડો. હીરેનભાઇ કોઠારી, ડો. પારસભાઇ ડી. શાહ, ડો.શ્રેણિકભાઈ દોશી, ડો. જયભાઇ તુરખીયા પોતાની સેવા આપશે.
શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સહયોગથી રોજ મેડીકલ ઓફીસર, નર્સિગ સ્ટાફ, આયાબેન વિગેરે ખડે પગે રહેશે. પંચનાથ હોસ્પિટલ સહયોગથી એમ્બ્યુલન્સ રોજ ગરબાંના શરૂ થી અંત સુધી સ્ટેન્ડ ટુ રહેશે. હિતેશભાઇ તલસાણીયા દ્રારા બેડ, વ્હીલ ચેર, ખુરશી, સ્ટ્રેચર ની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ખેલૈયાઓએ ફોર્મ મેળવવા મધ્યસ્થ કાર્યાલય : કેમ્પેઈન કોર્પોરેટ હાઉસ, ૨૭/૩૮ ન્યુ જાગનાથ પ્લોટ, જસ્મીન ડ્રાઈવીંગ સ્કુલની પાછળ, (૨)જૈન બ્રાઈટ સ્ટીલ ટ્રેડર્સ, ધારેશ્વર મંદિર સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ. (૩) શ્રી અંબા આશ્રિત સારીઝ, દિવાનપરા મેઈન રોડ, રાજકોટ. (૪) તપસ્વી સ્કુલ, ૨-જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ. (૫)શિતલ જ્વેલર્સ, ૯-સીટી શોપ્સ, પી.પી. ફુલવાળા પાસે, પોલીસ ચોકી સામે, યાજ્ઞિક રોડ,રાજકોટ. (૬)હેપી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, મહાવીર ચેમ્બર, એ ડીવીઝન સામે, ઢેબર ચોક, રાજકોટ.
(૭)ઉર્મિ એમ્પોરીયમ, ૨૨-સદગુરૂ કોમ્પલેક્ષ, ન્યુ એરા સ્કુલ સામે, રૈયા રોડ, રાજકોટ. (૮)ડ્રીમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, (મોડર્ન ગ્રુપ) ૩૩૫ - આર.કે. વર્લ્ડ ટાવર, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ (૯)કૌશલ્યમ્માર્કેટીંગ, (એમેઝોન હોલસેલ પ્રાઈસ રીટેઈલ પોઈન્ટ) ૨૫-ન્યુ જાગનાથ મેઈન રોડ, યુનિક હોસ્પિટલ સામે, જલારામ ફ્રેબીક ઉપર, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ.
કાર્યાલય ઉદઘાટન પ્રસંગને સફળ બનાવવા માટે કાર્યાલય કમીટીનાં ચિરાગભાઈ દોશી, ધર્મેશભાઈ શાહ, હિતેશભાઈ શાહ, શૈલેનભાઈ શાહ, કૌશીકભાઈ કોઠારી, ભરતભાઈ કાગદી, ભવ્યભાઇ વોરા, ભરતભાઈ પારેખ, બ્રિજેશભાઈ મહેતા, પારસભાઈ શેઠ વિગેરે વ્યવસ્થા સંભાળેલ હતી

(4:24 PM IST)










