News of Saturday, 12th September 2026
જૈનમ-મુકેશભાઇ દોશી (મોડર્ન) નવરાત્રીમાં સર્જાસે સુર, તાલ, લય સાથે ગીત, ગરબા, દુહા, ભજન, દેશભકિત ગીતોનું સપ્તરંગી મેઘધનુષ
મુંબઇથી ખેલૈયાઓને ડોલાવવા માટે ૧૯ સાજીંદાઓની ટીમ કરશે ધમાલ ઝેન-જી સહિત તમામ ઉંમરના લોકોને પસંદ પડે તેવા ગીતોનો રસથાળ પિરસશે ગાયકો ઉમેશ બારોટ, પ્રદિપ ઠક્કર, મોના ભટ્ટ, દ્રષ્ટી કાલાવડીયા, નમ્રતા ગોસલીયા

રાજકોટ : જૈનમ-મુકેશભાઇ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-ર૦ર૬માં એક દશકા બાદ ૧૧માં વર્ષે મ્યુઝીકલ તોફાન મચાવવા જૈનમ સજજ બન્યું છે, ત્યારે આ વખતે ખૂબ જ જાણીતા સિધ્ધહસ્ત કલાકારો અને ખાસ મુંબઇથી ઓરકેસ્ટ્રા ટીમ પોતાના આગવા અંદાજમાં જૈનમનાં ખેલૈયાઓને ડોલાવવા માટે સજજ બન્યા છે. આ વર્ષે ટ્રેન્ડીંગ ગરબા, ટ્રેડીશનલ ડ્રેસીંગ, બેસ્ટ દાંડીયા ડેકોરેશન, બેસ્ટ ગરબા ડેકોરેશન જેવી અનેકવિધ સ્પર્ધાઓ દ્વારા નવરાત્રીનાં માહોલને અલગ જ રીતે ઉજવવાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી હોવાનું જૈનમની યાદીમાં જણાવાયું છે.
જૈનો માટે યોજાતા જૈનમ મુકેશભાઇ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે ખાસ મુંબઇથી પાવર પેકડ ઓરકેસ્ટ્રા ટીમ જૈનમનાં આંગણે ખેલૈયાઓને રાસે રમાડવા આવવાની છે. આ ૧૯ સાજીંદાઓવાળી ટીમમાં સેકસોફોનનાં નામના વાજીંત્રને લેડીઝ આર્ટીસ્ટ દ્વારા માણવું પણ એક અનોખો અને નવો લ્હાવો રહેશે. આ ટીમમાં પ્રોફેશનલી ટ્રેઇન્ડ અને સ્ટેજ ઉપરનાં લાઇવ પરર્ફોમન્સનો બહોળો અનુભવ ધરાવતા રીધમમીસ્ટો જોડાશે. તેમના દ્વારા રજુ કરવામાં આવનાર લાઇવ પર્કશન, રીધમ અને મ્યુઝીક ગજબનાક કોમ્બીનેશન ગરબા પ્રેમીઓને વિશિષ્ટ પ્રકારનો અનુભવ કરાવશે. સાથે આ લાઇવ મ્યુઝીક સેટઅપમાં સંગીતની ગુણવતા, રીધમ અને પરર્ફોમન્સનું ખુબ જ બેલેન્સડ સંયોજન જોવા મળશે. સાથે ગાયકો ઉેમેશ બારોટ, પ્રદિપ ઠક્કર સાથે ફીમેલ સિંગરો મોના ભટ્ટ, દ્રષ્ટિ કાલાવડીયા, નમ્રતા ગોસલીયા પોતાના કલાનાં કામણ પાથરશે. ગરબામાં પ્રસ્તુત થનાર ગીતોમાં પરંપરાગત લોકપ્રિય ગીતો, ટ્રેન્ડીંગ ગરબાઓ, યુવાનોમાં લોકપ્રિય ગીતો સાથે ગરબાનું કોમ્બીનેશન અને ખેલૈયાઓને સતત એનર્જી પુરી પાડે તેવા મ્યુઝિકલ ટ્રેકનું સિલેકશન કરવામાં આવશે. જેથી પરંપરાગત ગરબાની મજા સાથે નવી પેઢીને ગમતા મ્યુઝીકલ કયુરેશન તૈયાર કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.
જૈનમ મુકેશભાઇ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવમાં ગીતો, ગરબા ઉપરાંત દેશભકિતસભર ગીતોનો રસથાળ પીરસીને વાતાવરણને દેશભકિતનાં રંગે રંગાવવાનું આયોજન પણ કરવામાં આવશે. માં આદ્યશકિત સાથે માં ભારતીની આ આરાધનામાં જોડાતા ખેલૈયાઓ માટે આ ઉત્સવને ઉજવવા માત્ર ગરબા ઉપરાંત પોતાની ક્રિએટીવીટી રજુ કરવાની પણ તક પુરી પાડવામાં આવશે. પોતાનામાં રહેલી સર્જનાત્મકતા રજુ કરવાનો અવસર વિવિધ સ્પર્ધાઓ દ્વારા કરી શકાશે. જેમાં પરંપરાગત વષાો, ડેકોરેશન, ટ્રેન્ડીંગ ગરબા, બેસ્ટ ગરબા ડેકોરેશન, બેસ્ટ દાંડીયા ડેકોરેશન યોજીને નવરાત્રીનાં મહોત્સવને એકા હકારાત્મક સ્પર્ધાનાં સ્વરૂપમાં પોતાના આર્ટ બતાવવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
એન્કર હિરલ ગાંઠાણી આ વખતે જૈનમના ખેલૈયાઓમાં ઉત્સાહ, એનર્જીનો રંગ ભરશે.
પર્યુષણ પર્વ બાદ તુરંત જ જૈનમ મુકેશભાઇ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-ર૦ર૬ના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવમાં આવશે.
તસ્વીરમાં જૈનમ પરિવારના હેમલભાઇ પારેખ, સાગરભાઇ હપાણી, દિવ્યેશભાઇ ગાંધી, માનસભાઇ રૂપાણી તથા પારસભાઇ શેઠ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(2:26 PM IST)










