તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) રાસોત્સવ : રસીયા ખેલૈયાઓને ઘેર જાવુ ગમતુ નથી
૧૭ વર્ષની સેકસોફોન આર્ટીસ્ટ મળણાલ સાલુખેનો લાઈવ કાર્યક્રમ માણી દર્શકો બન્યા મંત્રમુગ્ધ : આજે મેગા ફાઇનલ

રાજકોટ : જૈનમ-મુકેશભાઈ દોશી (મોડર્ન) નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ માં નવમા નોરતે ખેલૈયાઓ મન મુકીને રાસે રમ્યા હતા. સરપ્રાઈઝ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રંગબેરંગી ગુબ્બારાઓ, વોટર બબલ્સ તથા બાળકોને પ્રિય એવા કાર્ટુન પાત્રો અને ફટાકડાની આતશબાજી સાથે સંગીતની સુરાવલી દ્વારા કાર્યક્રમને તેના પૂર્ણાહુતિનાં ચરણ તરફ લઈ જવામાં આવ્યો હતો. આજે મેગા ફાઈનલમાં રમનાર ખેલૈયાઓ કે જેઓએ પોતાની ચુસ્તી ફુર્તિ અને રાસ પ્રત્યે પોતાના અદભુત લગાવનો ખુબ સારું પ્રદર્શન કર્યું છે ત્યારે પોતાના કૌશલ વડે મેગા ફાઈનલ સુધી પહોંચનાર તમામ ખેલૈયાઓને મેગા ફાઈનલ માટેના કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ છેલ્લા દિવસનાં ફાઈનલોસ્ટોને મહાનુભાવાનો હસ્તે ઈનામ વિતરણ કરાયું હતું. આજે યોજાનાર મેગા ફાઈનલમાં વિજેતા ખેલૈયાઓને બાઈક, સ્કુટર, એલઈડી ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, મીક્ષર ગ્રાઈન્ડર, મ્યુઝીક સિસ્ટમ તેમજ ગીફ્ટ વાઉચર સહીતનાં લાખેણા ઈનામો આપવામાં આવશે.
નવમા નોરતે જૈનમ રાસોત્સવને માણવા માટે મેયર ડૉ. નેહુલભાઈ શુકલ, જાણીતા ઉદ્યોગપતિ બાન લેબ્સનાં મૌલેશભાઈ ઉકાણી, આર.ડી. ગ્રુપનાં પરેશભાઈ પોપટ, ભાજપ યુવા મોરચાનાં પ્રદેશ અગ્રણી જયભાઈ શાહ, શિક્ષણવિદ ઘનશ્યામભાઈ હેરભા, રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં સભ્યો, ડૉ. એમ.વી. વેકરીયા, ફુલછાબ પરિવારનાં નિલયભાઈ ઉપાઘ્યાય, જેએસજી ફેડરેશન વાઈસ પ્રેસીડન્ટ મનીષભાઈ દોશી, એડવોકેટ જયેન્દ્રભાઈ ગોંડલીયા સહીતનાં ઉપસ્થિત રહયા હતા.
જેવીએસ ગ્રુપ પરિવારમાંથી કોઠારી પરિવાર, ઉદાણી પરિવાર, શેઠ પરિવારનાં પરીવારજનોએ માં જગદંબાની આરતીનો લાભ લીધો હતો. નાની બાળાઓએ પૂજન આરતી કરેલ, બાળાઓને લ્હાણી પણ આપવામાં આવેલ. મંદિરની વ્યવસ્થા સંભાળતા આરતી પ્રસાદ કમીટીનાં હિતેશભાઈ મહેતા, નિલેશભાઈ ભાલાણી, જીતુભાઈ મારવાડી, ભરતભાઈ કાગદી, મનીષભાઈ મહેતા (સેન્ટ્રલ), અમીષભાઈ દોશી, દીશીતભાઈ મહેતા, પારસભાઈ શેઠ (સીએ), હેમલભાઈ કોઠારી, હિતેશભાઈ મણીઆર, પારસભાઈ વખારીયા, મિલેશભાઈ મહેતા, ચિંતનભાઇ દોશી સહીતનાં મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત ગઈકાલે રાત્રે ૧૨ પછી માત્ર ૧૭ વર્ષની વયે સમગ્ર ભારતમાં સેકસોફોન આર્ટીસ્ટ તરીકે કાઠું કાઢનાર મુંબઈની ખ્યાતનામ બાળ કલાકાર મળણાલ સાલુખે સેકસોફોન બેઝડ ગીતોનો રસથાળ રજુ કરેલ હતો.
નવમાં નોરતે રાસોત્સવમાં બેસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં હિત કોઠારી, નિર્સગ પારેખ, કેવીન મહેતા જ્યારે પ્રિન્સેસ તરીકે વિશ્વા ઉંચાટ, હેપ્પી મહેતા, ધાર્મિ દોમડીયા તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રેમ દફતરી, નિલ સંઘાણી, જીત આશરા અને કીડસ પ્રીન્સેસ તરીકે માહી સંઘવી, માનસી મહેતા, પ્રાચી શેઠ વિજેતા બન્યા હતા. ઉપરાંત સિનીયર વેલડ્રેસ પ્રિન્સમાં આયુષ દેસાઈ, પીયુષ જૈન, હર્ષ રૂપાણી અને સીનીયર વેલડ્રેસ પિન્સેસમાં ભાવિકા શાહ, રૂતુ વોરા, વિરાંશી ઉ૫રાંત જુનીયર વેલડ્રેસ કીડ્સ પ્રિન્સ તરીકે પવન કોઠારી, ચિત લાખાણી, તથ્ય કોઠારી અને જુનીયર વેલડ્રેસ કીડસ અર્ચિતા દોશી, પ્રાચી ભોડીયા, નવ્યા ધુલીયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નવમાં નોરતે નિર્ણાયક તરીકે ડો. બીનાબેન ત્રિવેદી, અદિતીબેન ઝાલા, શ્વેતાબેન અંતાણી, અંજલીબેન ગરાચએ સેવા આપેલ. આ તમામ નિર્ણાયકો મનીષભાઈ શાહ, હેમલભાઈ પારેખ, મનોજભાઈ દોશી, જીજ્ઞેશભાઈ શાહનાં હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.
વિજેતા ખેલૈયાઓને કીર્તીભાઈ દોશી, રાજેશભાઈ મોદી, અજયભાઈ વોરા, હીતેશભાઈ મણીયાર, શૈલેનભાઈ શાહ, પારસભાઈ વખારીયા, નિપુણભાઈ દોશી, જતીનભાઈ શાહ, આકાશભાઈ મહેતા, ડો. રાજુભાઈ કોઠારી, મનીષભાઈ દોશી, તુષારભાઈ કોઠારી, ધીમંતભાઈ કોઠારી, કૌશીકભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ, હિમાંશુભાઈ અજમેરા,જયેન્દ્રભાઈ ગોંડલીયા, સેજલભાઈ કોઠારી, મીહીરભાઈ શેઠ, બકુલભાઈ દોશી, પંકજભાઈ શેઠ, વિભાશભાઈ શેઠ, સુજીતભાઈ ઉદાણી, જીતુભાઈ કોઠારી, મુકેશભાઈ દોશી (મોર્ડન)નાં હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.
(3:22 PM IST)










