<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

જલારામ બાપાની જન્‍મજયંતિ મહોત્‍સવ : સોમવારે રંગીલા હનુમાન મંદિર ખાતે સુંદર આયોજન

આરતી, અન્નકોટ, પ્રસાદ, ભજનોની રમઝટ

રાજકોટ : પૂ. જલારામ બાપાની રર૭મી જન્‍મજયંતિ દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ મહોત્‍સવ, રંગીલ હનુમાન મંદિર ખાતે તા. ૧૬ના કારતક સુદ-૭ સોમવારે ઉજવાશે. સવારે ૯ કલાકે પૂ. જલારામ બાપાની આરતી ઉતારવામાં આવશે.  અન્નકોટ ધરાવવામાં આવશે અને ૧૧ વાગ્‍યાથી પ્રસાદનું આયોજન છે. આ પ્રસંગે જલારામ બાપાની ઝાંખી કરાવતા ભજનો અને કિર્તનની રમઝટ બોલાવાશે તેમ સંસ્‍થા જણાવે છે. શહેરની રઘુવંશી સંસ્‍થાઓ ઉપરાંત અન્‍ય નામી અનામી સંસ્‍થાના હોદ્દેદારો આ પ્રસંગે હાજરી આપે છે. જલારામ ભક્‍તો મહાપ્રસાદનો લાભ લે છે. વીરપુર જલારામ બાપાના આશીર્વાદથી વીરપુર મંદિરના નિયમ મુજબ જ બુંદી, ગાંઠીયા, કઢી, ખીચડી, બટેટાનું શાકનો મહાપ્રસાદ પીરસવામાં આવે છે. અંદાજે પાંચેક હજાર જેટલા જલારામ ભકતો પ્રસાદનો લાભ લે છે, તેમ સંસ્‍થા જણાવે છે. (મો. ૯૮રપ૮૬પ૧૬૧)

(4:12 PM IST)