તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રેલનગરમાં જલારામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે
રઘુવંશી મિત્ર મંડળ દ્વારા મહાઆરતી, ભજન સંધ્યા,મહાપ્રસાદ, સિવિલના લાભાર્થે રકતદાન કેમ્પ

રાજકોટઃ સંત શિરોમણી પ.પૂ. શ્રી જલારામ બાપાની રર૭ મી જન્મ જયંતિની ભાવપૂર્વક ભકિતમય ઉજવણી રઘુવંશી મિત્ર મંડળ-રેલનગર દ્વારા તા.૧૬ ને સોમવારે શ્રી જલિયાણ ધામ, સાધુ વાસવાણી કુંજ રોડ, સાકાર કોમ્પલેક્ષ પાસે, પેટ્રોલ પંપ સામે, જલિયાણ ચોક, રેલનગર ખાતે કરવામાં આવશે.
તા.૧૬ મીએ સાંજે ૬:૩૦ કલાકે રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા જલારામ બાપાના ભકતો દ્વારા મહાઆરતી થશે ત્યારબાદ મહાપ્રસાદની શરૂઆત થશે તેમજ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના લાભાર્થે મહા રકતદાન કેમ્પનું આયોજન સાંજે ૬ થી ૧૦ વાગ્યા સુધી કરવામાં આવેલ છે. વધુમાં વધુ રકતદાતાઓને રકતદાન કરવા અપીલ કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. સર્વ ધર્મપ્રેમી જનતાને મહાપ્રસાદ તથા ભજન સંધ્યાનો લાભ લેવા માટે રઘુવંશી મિત્ર મંડળ-રેલનગર દ્વારા આમંત્રણ અપાયું છે. આયોજનને સફળ બનાવવા માટે જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલિયા, હિતેશભાઇ અનડકટ, કપીલભાઇ ગણાત્રા, રવિભાઇ માણેક, સચીનભાઇ નથવાણી, કલ્પેશભાઇ કોટેચા, શુભમભાઇ રાધુરા, જયદીપભાઇ સોઢા, પરેશભાઇ જોબનપુત્રા, નિતીનભાઇ ઉનડકટ, દિપ કોટેચા, માધવ કોટેચા, આયુષભાઇ તકવાણી, જીજ્ઞેશભાઇ ભુપતાણી તથા મોટી સંખ્યામાં બહેનો કાજલબેન કોટેચા, પ્રતિભાબેન કકકડ, હેતાંશીબેન જોબનપુત્રા, તૃપ્તિબેન સોઢા, મયુરીબેન ખીમાણી, સીમાબેન માણેક, કિશ્નાબેન જોબનપુત્રા, ફેનીબેન ગણાત્રા આયોજનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. વિશેષ માહિતી માટે મો. ૭૪૩૩૮ ૧૨૦૧૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:16 PM IST)










