<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

યુવા શકિત ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જન્‍માષ્‍ટમી નંદ મહોત્‍સવઃ શુક્રવારે દાંડીયા રાસ, મટકી ફોડ, મહાઆરતી

રાજકોટ : અહિંના તોપખાના વાલ્‍મીકી વ્‍યાસ (મોરબી હાઉસ પાસે, જામનગર રોડ) ખાતે યુવા શક્‍તિ ચેરિટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૪ સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍માષ્ટમી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

 

 

સંચાલન અને મુખ્‍ય આયોજક દેવરાજ ગોરી(મો. ૭૭૭૭૯૮૮૭૩૮) અને રાજકોટ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી, અભિષેક ગોરી(મો. ૮૪૬૯૧૪પર૦૯)ના માર્ગદર્શન હેઠળ આયોજીત કાર્યક્રમની રૂપરેખા જોઇએ તો તા. ૪ના શુક્રવારે સાંજે ૭ વાગ્‍યાથી ખેલૈયાઓ દાંડિયારાસની ધૂમ મચાવશે. રાત્રે ૧૨ વાગે કૃષ્ણ  જન્‍મોત્‍સવની સાથે ગગનભેદી નારાઓ વચ્‍ચે ભવ્‍ય મટકી ફોડ યોજાશે. રાત્રે ૧૨:૧૫ વાગે ભગવાન દ્વારકાધીશની દિવ્‍ય મહાઆરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્‍ટના આગેવાનો સર્વશ્રી રાજુભાઈ ચૌહાણ, વિષ્‍ણુ ગોરી, રામભાઈ નારોલા , નિલેષ ગોરી તેમજ વિવેક વાણીયા, કિરીટ ગોરી, હિતેશ બારૈયા, અમિત પઢીયાર, હાર્દિક ગોરી, નિખલ પઢીયાર, વિશાલ લઢેર, કમલેશભાઈ વાઘેલા, રાહુલ લઢેર, મયુર વાઘેલા, જીજ્ઞેશ ધાવરી, પ્રકાશ ગોરી અને જયેશ ગોરી, ગિરીશ પરમાર, સુરેશભાઈ પરમાર, હિતેશ પઢીયાર, દર્શિત ગોરી, રોહિત પઢીયાર, અમિત ગોરી, તુષાર ઝાલા, અજય વાઘેલા, પીન્‍ટુભાઈ ગોરી, મનોજ ગોરી, રાહુલ ગોરી, કાવ્‍ય ગોરી, જયદીપ નૈયા અને જયેશ વાઘેલા જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:27 PM IST)