<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

હનુમાન મઢી પાછળ શિવપરામાંથી જાવેદ દારૂના જથ્‍થા સાથે પકડાયોઃ અરબાઝ શેખનું નામ ખુલ્‍યું

ગલીએ ગલીએ ‘દારૂના' દરોડાઃ એકથી લઇ ૩૩૬ બોટલ સાથે ચાર ગીરફતાર :ક્રાઇમ બ્રાંચનો શિવપરામાં દરોડોઃ બી-ડીવીઝનનો ભગવતીપરામાં, એલસીબી ઝોન-રનો ૧૫૦ ફુટ રીંગ રોડ અને પ્ર.નગર પોલીસનો રેલનગરમાં દરોડો

રાજકોટ તા.૧: રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે શિવપરામાં મકાનમાં ક્રાઇમબ્રાંચે દરોડો પાડી એક શખ્‍સને રૂા.૩૯ હજારના દારૂના જથ્‍થા સાથે ઝડપી લઇ ફરાર બીજા શખ્‍સની ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.

રૈયારોડ પર શિવપરા શેરી નં.૧માં બંધ શેરીમાં જાવેદ સોલંકી નામનો શખ્‍સે મકાનના ત્રીજા માળે દારૂનો જથ્‍થો રાખ્‍યો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી.ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, હેડકોન્‍સ. રાજેશભાઇ જળુ, ગોપાલભાઇ બોળીયા સહિતના સ્‍ટાફે મકાનમાં દરોડો પાડી જાવેદ બસીરભાઇ સોલંકી (ઉ.વ.૩૫ રહે.મોચીનગર, ગાંધીગ્રામ)ને ઝડપી લઇ રૂા.૩૦ હજારની દારૂની ૩૩૬ બોટલ અને ફોન મળી કુલ રૂા. ૪૦,૨૪૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં આ દારૂનો જથ્‍થો અરબાઝ શેખ (રહે. હિરામનનગર, હનુમાન મઢી પાસે)નો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

બીજા દરોડામાં બી-ડીવીઝનના હેડ કોન્‍સ પી.ડી. રાઠોડ કોન્‍સ. અજયભાઇ ચોૈહાણ સહિતના સ્‍ટાફે ભગવતીપરામાં  સમન્‍વય હાઇટ્‍સ પાસેથી બાતમીના આધારે સ્‍કુટરમાં દારૂ લઇને નિકળેલા સાહીલ સિકંદરભાઇ બેલીમ (ઉ.વ. ૧૯ રહે મીયાણાવાસ, ભગવતીપરામાં મેઇન રોડને પકડી રૂા. ૩૬૦૦ની દારૂ ૨૪બોટલ અને ૫૦ હજારનું સ્‍કુટરમળી રૂા. ૫૩,૬૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-ર ની ટીમના એએસઆઇ સત્‍યજીતસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે ૧પ૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસેથી મુસ્‍તુફા ઉર્ફે બોદુ ઇકબાલભાઇ લીંગડીયા (ઉ.વ. ૩૧ રહે. ખોડીયારનગર, એસ.ટી. વર્ક શોપ પાછળ, ગોંડલ રોડ) ને રૂા. ૧૯પ૦ ની દારૂની ૬ બોટલ સાથે પકડી લીધો હતો.

ચોથા દરોડામાં પ્ર.નગર પોલીસના હેડ કોન્‍સ એન.પી. કુગશીયા, કોન્‍સ. વનરાજભાઇ બોરીચા સહિતના સ્‍ટાફે રેલનગરમાં સીલ્‍વર કોમ્‍પ્‍લેક્ષ પાસેથી વેપારી દિપેશ જયસુખભાઇ બજાણીયા (ઉ.વ. ૩ર રહે. સીલ્‍વર કોમ્‍પલેક્ષ, રેલનગર) ને દારૂની એક બોટલ સાથે પકડી લીધો હતો.(૨.૧૮)

(2:43 PM IST)