તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
જયા કિશોરીજીની યુવા કથાને પ્રચંડ પ્રસિધ્ધિ... ધર્મમય બન્યુ રાજકોટ, સોનાની પાઘડીથી સન્માન..
કેપ્ટન યોગેન્દ્ર યાદવનું વક્તવ્ય, પાઘડી પહેરાવી સન્માન : સ્વચ્છતાના શપથ લેવડાવાયા

રાજકોટ : સનાતન યુવા કથા સમિતિ આયોજિત ત્રિદિવસીય યુવા કથાના ત્રીજા અંતિમ દિવસે સુશ્રી જયાકિશોરીજીના આગમન પૂર્વે લોક કલાકારો ઉદય ધાંધલ, ભાવેશ આહિર, સુભાષ ઝડુ તથા અર્જુન પાજીએ ડાયરાની રંગત જમાવી હતી.
પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, રાજાભાઈ ચાવડા, લાભભાઈ ખીમાણીયા, આરએસએસ પヘમિ ક્ષેત્ર સંઘ ચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસીયા, ડીએફઓ વિક્રમ યાદવ, પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, મેયર ડો. નેહલભાઈ શુક્લ, ભાજપ શહેર પ્રમુખ ડો. માધવ દવે, ઘનશ્યામભાઈ હેરભા, પરેશભાઈ ઠાકર, જયેશભાઈ ઉપાધ્યાય, ગુણુભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ ગજ્જર અશોકભાઈ ડાંગર, ડેપ્યુટી મેયર જૂનાગઢ કટારાજી, અમુભાઈ ભારદીયા રવિ ટેક્નોફોરજ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ વિરાણી, વિક્રમભાઈ પુજારા, મનીષભાઈ ભટ્ટ, સોનલબેન સેલારા, મોહિતસિંહ જાડેજા, પંકજભાઈ લુણાગરિયા, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, ધર્મેન્દ્રભાઈ ગજ્જર, પરસોત્તમભાઈ રૂપાલા, ડોક્ટર ભરત બોઘરા, જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ધડુક, સંજયભાઈ પીપળીયા, પરેશભાઈ ગજેરા, બિલ્ડર એસોસિએશન પ્રમુખ ભક્તિરામ બાપુ-માનવ મંદિર, ભરતભાઈ ઝાલરીયા વરમોરા ગ્રુપ સહિતનાએ આરતીનો લાભ લીધો હતો. કારગિલ યુદ્ધમાં શૌર્ય વીરતા માટે પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર યાદવ ખાસ ઉપસ્થિત રહીને યુવાજનોને દેશભક્તિના પાઠ અપાયા હતા.
વિજય વાંક, યોગીન છનિયારા, ભરત દોશી, દેવ કોરડીયા દ્વારા કેપ્ટન યોગેન્દ્ર યાદવજીને સોનાની પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું. આધ્યાત્મિક વક્તા જયા કિશોરીજીએ ત્રણ કલાકની કથા દરમિયાન ગુજરાતના ગમતીલા ગીતો દ્વારિકાનો નાથ, હર હર શંભુ ભોળા જેવા ગીતો ગાય સંગીતમય કથામા રસતરબોળ કર્યા હતા.
આદ્ય કવિ નરસિંહ મહેતા અને કુંવરબાઈના મામેરા જેવા પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા. કથા વિરામ સમયે સનાતન યુવા કથા સમિતિના ૧૧૯ આધાર સ્થંભ જેવા આયોજકોને મંચ પર બોલાવી રાસની રમઝટ બોલાવી હતી. ત્રણ દિવસ સુધી સતત કથા શ્રવણ કરાવનાર જયાજીને સોનાની પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા જયાકિશોરીજી દ્વારા જનતાને પોતાના સ્થાન પર ઉભા કરીને સ્વચ્છ અભિયાનના સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.
(3:19 PM IST)










