<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

મારૂતિનગરના જેન્‍તીભાઇ અજુડીયાનું કમળો થઇ જતાં મૃત્‍યુ

 

રાજકોટ તા. ૨૮: કુવાડવા રોડ પર મારૂતિનગર ૫૦ ફુટ રોડ પર રહેતાં જેન્‍તીભાઇ શામજીભાઇ અજુડીયા (ઉ.વ.૫૩) રાતે બે વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર બે ભાઇ અને અકે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેમને કમળો થઇ ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:59 PM IST)