તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
સદર બજારની હોટેલમાં જમીને બહાર નીકળેલા સોની વેપારીના પુત્ર જયરાજ પાલા પર બે શખ્સનો ધોકાથી હુમલોઃ આ વિસ્તારમાં આવ્યો તો પતાવી દઇશું કહી છરી બતાવી ધમકી પણ દીધી
પ્ર.નગર પોલીસે વેપારી કિશનભાઇ પાલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ શહેરની ભક્તિનગર સોસાયટીમાં રહેતાં અને પેલેસ રોડ પર શો રૂમ ધરાવતાં સોની વેપારીનો દિકરો, તેમના બે મિત્રો સાથે છ દિવસ પહેલા સદર બજારની હોટેલ ખાતે જમવા આવ્યો અને જમીને બહાર નીકળી કાર પાસે ગયો ત્યારે આવેલા બે શખ્સોએ તેના પર અચાનક ધોકા-ઢીકાપાટુનો હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અજાણ્યા શખ્સોએ માર મારી હવે પછી આ વિસ્તારમાં આવ્યો તો મારી નાંખશું તેમ કહી છરી બતાવી ધમકી પણ દીધી હતી.
આ બારામાં પ્ર.નગર પોલીસે શહેરની ભક્તિનગર સોસાયટી-૧ શ્રીજી સદન ખાતે ડો. હેમાણી હોસ્પિટલ સામે રહેતાં અને પેલેસ રોડ પર કે .કે. જ્વેલર્સ નામે સોના ચાંદીનો વેપાર કરતાં કિશનભાઇ કમલેશભાઇ પાલા (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. કિશનભાઇ પાલાએ જણાવ્યું હતું કે મારો દિકરો જયરાજ અને તેના મિત્રલ ઋરીષરાજ ડોડીયા અને દેવ એમ ત્રણેય શાહી દરબાર હોટેલ કે જે સદર બજાર પાસે છે ત્યાં જમવા ગયા હતાં. મિત્ર અરમાનનો જન્મદિવસ હોઇ જેથી આ હોટેલમાં જમવા બોલાવ્યા હતાં. બાદમાં રાતે ત્રણેય મિત્રો જમીને આશે સવા દસેક વાગ્ગ્યે બહાર નીકળ્યા હતાં અને કાર નં. જીજે૦૩એનપી-૯૯૩૧ ર્પાર્ક કરી હોઇ ત્યાં લોકો ખોલી અંદર બેસવા જતાં હતાં ત્યારે અજાણ્યા બે શખ્સો આવી ગયા હતાં.
જેમાં એક શખ્સે જયરાજને પકડી લીધો હતો અને બીજાએ ધોકાથી હુમલો કરી આડેધડ માર મારવાનું ચાલુ કરી દીધુ હતું. જેથી જયરાજને હાથ, પગમાં ઇજાઓ થઇ હતી. બીજા શખ્સે તેને ઢીકાપાટુ પણ માર્યા હતાં. ત્રિો ઋષ્ીરાજ બચાવવા વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયા હતાં. જતાં જતાં એક શ્ખ્સે છરી બતાવી હતી કે હવે આ બાજુ આવ્યો તો જીવતો નહિ મુકુ. જયરાજ અને ઋષીરાજને ઇજા થઇ હોઇ સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા હતાં. જયરાજને સિવિલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યા તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. કારણ વગર જ અજાણ્યા શખ્સો માર મારી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. પ્ર.નગર પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(3:08 PM IST)










