<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

શીવધામ સોસાયટીમાં જયશ્રીબેન નળીયાપરાનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૨: દોઢસો ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક શીવધામ સોસાયટી-૪માં રહેતાં જયશ્રીબેન મનસુખભાઇ નળીયાપરા (ઉ.વ.૫૨) નામના મહિલા સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર જયશ્રીબેનના પતિ સુથારી કામ કરે છે. તેમને સંતાનમાં એક દિકરો છે.

(3:48 PM IST)