તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
શાપરમાં ગાળો બોલવાની ના પાડતાં જયેશ પર બે શખ્સનો ધારીયાથી હુમલો
બુધ્ધનગરમાં બનાવઃ યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: શાપરમાં કાસુમા ગેઇટ નજીક બુધ્ધનગરમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જયેશ રમણીકભાઇ પરમાર (ઉ.વ.૩૦) નામના યુવાન પર રાતે સાડા દસેક વાગ્યે આ વિસ્તારના દીપ અને હકન નામના શખ્સે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પગમાં ધારીયાથી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જયેશે જણાવ્યું હતું કે તે અને પરિવારના લોકો ઘર પાસે બેઠા હતાં ત્યારે અહિ દીપ અને હકન ગાળો બોલતાં તેને ઘર નજીકથી દુર જવાનું સમજાવતાં ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
(4:10 PM IST)










