News of Saturday, 28th November 2026
ગોકુલપરામાં છરીનો એક જ ઘા ઝીંકી જયેશ ચાવડાની હત્યા : જુઓ વિડીયો
શાંત ગણાતા રાજકોટ શહેરમાં વધુ એક હત્યાઃ થોરાળા અવધ પાર્કનો ૨૦ વર્ષનો યુવાન મિત્રો સાથે ફાકી ખાવા પાનના ગલ્લે ઉભો'તો ત્યારે બનાવ ધવલ ઉર્ફે ટકો મકવાણા અને જયવિન ગોહેલે અગાઉ વાહન સામે આવી જવા બાબતે થયેલીમાથાકુટનો ખાર રાખી પહેલા ગાળો દીધી, પછી ઢીકાપાટુ માર્યાઃ બાદમાં ધવલે છરીનો ઘા ઝીંક્યોઃ ધવલ ગુજસીટોકમાં સામેલ શામજી મકાનો સગામાં થતો હોવાનું મૃતકના સગાનું કથનઃ પીઆઇ એસ. પી. સોઢા અને ટીમે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો

હોસ્પિટલ ખાતે હત્યાનો ભોગ બનનાર યુવાનના ભાઇ, મિત્રો સગા નજરે પડે છે : જયેશ મુકેશભાઇ ચાવડા (ઉ.વ.૨૦)નો નિષ્પ્રાણ દેહ, ફાઇલ ફોટો, વિગતો જણાવતાં પિતા મુકેશભાઇ જેન્તીભાઇ ચાવડા, ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૮: શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. નવા થોરાળા વિસ્તારના અવધ પાર્કમાં રહેતો ૨૦ વર્ષનો યુવાન રાતે પોણા અગીયારેક વાગ્યે બે મિત્રો સાથે ઘર નજીકના ગોકુલપરામાં પાનના ગલ્લે ફાકી ખાવા ઉભો હતો તે વખતે જુના મનદુઃખનો ખાર રાખી થોરાળા વિસ્તારના બે શખ્સોએ આવી ઝઘડો કરી ભુંડી ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યા બાદ બેમાંથી એક જણાએ છરી કાઢી ગળા નીચે છાતીના ભાગે એક ઘા મારી દેતાં ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવારમાં દમ તોડી દીધો હતો. હત્યામાં સામેલ બે પૈકીનો એક શખ્સ અગાઉ ગુજસીટોકમાં સામેલ શામજી મકા ગેંગનો સાગ્રીત હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરી આરોપીઓને તત્કાળ પકડી લેવા માંગણી કરી હતી.
આ બનાવમાં થોરાળા પોલીસે નવા થોરાળા અવધ પાર્ક શેરી નં. ૪બ ાલાજી પ્રોવિઝનવાળી શેરીમાં ખીમજીભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતાં હત્યાનો ભોગ બનનાર જયેશ ચાવડા (ઉ.વ.૨૦)ના પિતા મુકેશભાઈ જેન્તીભાઇ ચાવડા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી નવા થોરાળા શેરી નં. ૨ ગોકુલપરામાં રહેતાં ધવલ ઉર્ફે ટકો વિજયભાઇ મકવાણા તથા થોરાળા વિજયનગરમાં રહેતાં જયમીન નટુભાઇ ગોહેલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને અમલ નગર આનંદ બંગલા ચોક પાસે આવેલા કારખાનામાં મજૂરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું. અમે બે ભાઈઓ તથા બે બહેનોમાં હું સૌથી મોટો હું છું. મારા બાપુજી આજથી બે વર્ષ પહેલાં અવસાન પામ્યા છે. મારામાતાજી રામુબેન જેવો ઘરકામ કરે છે. મારે સંતાનમાં ત્રણ દિકરાઓ છે. જેમાં સૌથી મોટો દિકરો નિખીલ ચાવડા (ઉ.વ.૨૧), બીજા નંબરે જયેશ (ઉ.વ.૧૯) અને સોૈથી નાનો હાર્દિક (ઉ.વ.૧૭) છે. મારા પત્નિનું નામ મનિષાબેન છે.
મુકેશભાઇએ વધુમાં જણાવ્યું છે કે શુક્રવારે તા. ૨૭૧૧/૨૬ ના રાત્રીના આશરે પોણા અગિયારેક વાગ્યાની આસપાસ હું મારા પરિવાર સાથે ઘરે હતો અને મારો દિકરો જયેશ ચાવડા તેના મિત્ર સાથે બહાર ગયેલ હતો. તે દરમિયાન મારો મોટો દિકરો નિખીલ ઘરે હોઇ તેના મોબાઇલમાં કરણ સરવૈયાનો ફોન આવ્યો હતો અને તેણેં જણાવેલ કે તારા ભાઈ જયેશ ચાવડાને કોઈએ છરી મારી દીધી છે. આ વાત નિખીલે મને કરી હતી. જેથી હું અને નિખીલ અમારા વિસ્તારના ગોકુલપરા-૪માં સિદ્ધાર્થ પાન નામના ગલ્લા ખાતે પહોંચ્યા હતાં. ે ત્યાં જઈ તપાસ કરતા ત્યાંથી જાણવા મળેલ કે મારા દિકરા જયેશને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયો છે.
જેથી હું ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. અહિ મારો દિકરો ઇમર્જન્સી વોર્ડમાં સારવાર હેઠળ હતો. મારામારીના બનાવ બાબતે મેં મારા દિકરાના મિત્રોને પુછતાછ કરતાં જણાવેલ કે તમારો દિકરો જયેશ તેમજ હિમાંશુ સુરેશભાઈ ખીમસુરીયા તથા સંજય સહિતના ગોકુલપરા-૪માં હરેશભાઈ પરમારની સિદ્ધાર્થ પાનની કેબીને ફાકી લેવા માટે ઉભા હતાં. ત્યારે મારા દિકરા સાથે અગાઉ ત્રણેક મહિના પહેલાં જેણે ઝઘડો કર્યો હતો તે ધવલ વિજયભાઈ મકવાણા તથા જયવીન નટૂભાઈ ગોહેલ એમ બંને જણા એકટીવા લઈને નીકળતાં મારા દિકરાને જોઇ જતાં એકટીવા ઉભો રાખી મારા દિકરા સાથે અગાઉના ઝઘડાનો ખાર રાખી જેમ ફાવે તેમ બોલાચાલી કરવા લાગ્યા હતાં.
મારા દિકરાએ બોલાચાલી કરવાની ના પાડતા આ ધવલ મકવાણા તથા જયવીન ગોહેલ એકદમ ઉશ્કેરાઇ ભુંડી ગાળો બોલવા લાગ્યા હતાં અને મારા દિકરા જયેશને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. આ દરમિયાન ધવલ ઉર્ફે ટકો મકવાણાએ પોતાના નેફામાંથી છરી કાઢી મારા દીકરાને ગળાથી નીચેના ભાગે છાતી પાસે એક ઘા મારી દીધો હતો. આથી જયેશને લોહી નીળકવા માંડયા હતા. લોહી જોઇને ધવલ અને જયવિન ત્યાંથી ભાગી ગયા હતાં. મારા દિકરાને મિત્રોએ હોસ્પિટલમાં ખસેડયો હતો. તેમ વધુમાં મુકેશભાઇએ જણાવતાં થોરાળા પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ પી. આર. રાઠોડ, નિલેષભાઇ ડામોર સહિતની ટીમે આ હકિકતને આધારે બંને આરોપીઓ ધવલ અને જયવિન વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
ગંભીર હાલતમાં સારવારમાં રહેલા જયેશ મુકેશભાઇ ચાવડવાનું વહેલી સવારે મૃત્યું થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવને પગલે પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હત્યાનો ભોગ બનનારના પિતા મુકેશભાઇ ચાવડા સહિતે જણાવ્યું હતું કે હત્યા નિપજાવનાર ધવલ ઉર્ફે ટકો અગાઉ ગુજસીટોકમાં પકડાયેલા શામજી મકાનો સગામાં થાય છે. ઘણા સમયથી તે અમારા દિકરા સાથે માથાકુટ કરતો હતો. સોૈ પહેલા વાહન સામે આવી જવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી અવાર-નવાર ધવલ અને તેના સાગ્રીતો ડખ્ખો કરતાં હતાં અને ધમકી પણ આપતાં હતા. જુની મનદુઃખનો માથાકુટનો ખાર રાખીને તેણે મારા દિકરાની હત્યા કરી નાંખી છે. થોરાળા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના સ્વજનો, મિત્રો, સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.
હત્યાનો ભોગ બનનાર જયેશ ત્રણ ભાઇમાં વચેટ હતોઃ પિતા સાથે કારખાનામાં કામ કરતો હતો
ઞ્જછરીનો એક જ ઘા જેના માટે જીવલેણ નીવડયો તે ૨૦ વર્ષનો જયેશ મુકેશભાઇ ચાવડા ત્રણ ભાઇમાં વચેટ અને અપરિણીત હતો. તે પિતા મુકેશભાઇ ચાવડા સાથે કારખાનામાં કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. રાતે ઘરેથી ફાકી ખાઇને આવું કહીને નીકળ્યા બાદ તેના પર છરીથી હુમલો થયાની ખબર પડતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી. સારવાર દરમિયાન જયેશે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(2:55 PM IST)










