<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

બેરલમાં ભરેલા અઢી લાખના દારૂના ચપલા સાથે જયસન ઉર્ફે જય સાવલીયા પકડાયો

૧૫૦ ફુટ રીંગ રોડ આંબેડકર સર્કલ પાસે પીસીબીનો દરોડો : અગાઉ રાજકોટ, ઉપલેટા, ભાયાવદર, લોધીકા, ટંકારા, સુત્રાપાડામાં પણ પકડાયો હતોઃ હેડકોન્‍સ. વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણાની બાતમીથી કામગીરી

રાજકોટ તા.૨૩: પીસીબીની ટીમે વધુ એક વખત વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને પકડયો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોકથી આંબેડકર ચોક વચ્‍ચે એક શખ્‍સને બ્‍લુ કલરના બેરલમાં દારૂના ચપલા સાથે રીઢા બુટલેગરની છાપ ધરાવતાં શખ્‍સને પકડી લીધો છે.

દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ.  વિજયભાઈ મેતા, કુલદીપસિંહ જાડેજા અને કોન્‍સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે ડો.આંબેડકર ચોક થી ગોવર્ધન ચોક વચ્‍ચે લીલા કલરની રીક્ષા પસાર થઇ રહી છે અને તેમાં રાખેલા બ્‍લુ કલરના કેરબાં દારૂનો જથ્‍થો છે. આ બાતમી પરથી ટીમે રિક્ષા આંતરી હતી. ચાલકે પોતે ભાડુ કરીને આવ્‍યાનું કહેતાં બેરલ સાથે જે શખ્‍સ બેઠો હતો તેની પુછતાછ કરતાં પોતાનું નામ જયસન ઉર્ફે જય રશીકભાઈ સાવલિયા (ઉ.વ.૩૪, રહે. સુમંગલ પાર્ક, શેરી નંબર ૫,જ્ઞાનદીપ સ્‍કુલ વાડી શેરી,કોઠારિયા રોડ) જણાવ્‍યું હતું.

પોલીસે કેરબા ખોલીને તપાસ કરતાં અલગ અલગ બ્રાન્‍ડના ૧૮૦ એમએલ વ્‍હીસ્‍કીના ૭૬૮ ચપલા રૂા. ૨.૫૭ લાખના મળી આવતાં ગુનો નોંધી જયસન ઉર્ફે જયની ધરપકડ કરી હતી. જયસને કબુલ્‍યું હતું કે તેણે રિક્ષાચાલકને ફક્‍ત કેરબા મુકવા જવા માટે ભાડે રાખ્‍યો હતો. કેરબામાં દારૂ હોવાની વાતથી તે અજાણ હોવાનું કહેતાં પોલીસે રિક્ષાચાલકને જવા દીધો હતો. ઝડપાયેલો જયસન ઉર્ફે જય જુનો બુટલેગર હોવાનું અને તેના વિરૂધ્‍ધ અગાઉ રાજકોટમાં ભક્‍તિનગર પોલીસ, એરપોર્ટ પોલીસ અને જીલ્લામાં ઉપલેટા, ભાયાવદર, લોધીકા તથા સુત્રાપાડા, ટંકારામાં પણ દારૂના કુલ આઠ ગુના નોંધાઇ ચુક્‍યા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ તેમજ ટીમના કિરતસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ, વિજયભાઇ, ઉમેશભાઇ, દિલીપભાઇ, રાહુલગીરી, નગીનભાઇ, હિરેનભાઇ, યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્‍દ્રસિંહ, વિશાલભાઇ, ડ્રા.હેડકોન્‍સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. 

(2:46 PM IST)