<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

દારૂના ૪ ગુનામાં સંડોવાયેલા વાંકાનેર જેપુરના જયસુખને પાસામાં ધકેલાયો

પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને ટીમે વોરન્‍ટની બજવણી કરી સુરતની જેલમાં મોકલ્‍યો

 

 

રાજકોટ તા. ૨૩: રાજકોટ શહેર અને વાંકાનેર તાલુકા પોલીસના ચોપડે દારૂના ચાર ગુનામાં અગાઉ પકડાઇ ચુકેલા શખ્‍સને પાસા તળે જેલહવાલે કરાયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ દરખાસ્‍ત મંજુર કરી તેને સુરત જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

જાણવા મળ્‍યા મુજબ વાંકાનેરના જેપુર ગામે રહેતો અને રાજકોટમાં ત્રણ તથા વાંકાનેરમાં એક મળી દારૂના ચાર ગુનામાં પકડાઇ ચુકેલા જયસુખ ગોરધનભાઇ બાવળીયા (ઉ.વ.૩૦-રહે. જેપુર તા. વાંકાનેર)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી ચૈતન્‍ય માંડલિકની રાહબરીમાં તૈયાર થતાં પોલીસ કમિશનરે મંજુર કરી હતી.

પીસીબીની ટીમે વોરન્‍ટની બજવણી કરી આ શખ્‍સને સુરત  જેલમાં ધકેલી દીધો હતો. પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ સરવૈયા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, કોન્‍સ. દીપલબેને ચોૈહાણે આ કામગીરી કરી હતી.

(2:30 PM IST)