<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મિલ્‍કત મામલે જીજ્ઞેશભાઇ મેવાડાના મોટા ભાઇ વિનોદ અને બે ભત્રીજાએ પગ ભાંગી નાંખ્‍યા

સંત કબીર રોડ કનકનગરમાં મોડી રાતે બનાવઃ પાણીની રિક્ષાના ફેરા કરતો યુવાન સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૩: સામા કાંઠે કનકનગરમાં રહેતાં પાણીની રિક્ષાના ફેરા કરતાં યુવાન પર તેના જ સગા મોટા ભાઇ અને બે ભત્રીજાઓએ પાઇપથી હુમલો કરી બેફામ માર મારી પગ ભાંગી નાંખતા સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે. મિલ્‍કતના ડખ્‍ખામાં આ હુમલો કરવામાં આવ્‍યાનું જણાવાયુ હતું.

જાણવા મળ્‍યા મુજબ સંત કબીર રોડ પર કનકનગરમાં બગીચાની સામે રહેતાં જીજ્ઞેશભાઇ ગોવાભાઇ મેવાડા-ભરવાડ (ઉ.વ.૪૨) પર રાતે બારેક વાગ્‍યે તેના મોટા ભાઇ વિનોદભાઇ મેવાડવા તથા બે ભત્રીજા વિશાલ અને વિવેકે હુમલો કરી ઢીકાપાટુનો અને લોખંડના પાઇપથી બેફામ માર મારતાં શરીરે, બંને પગમાં ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

જીજ્ઞેશભાઇએ જણાવ્‍યું હતું કે હું પાણીની રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવુ છું. અમારે ભાયુ ભાગની મિલ્‍કતનો અગાઉ અમારા બાએ ભાગ પાડી દીધો હતો. મારા ભાઇ વિનોદભાઇ અને ભત્રીજાઓને તેનો ભાગ આપી દીધો છે. આમ છતાં તે હજુ હું જ્‍યાં રહુ છું એ મકાનમાં પણ ભાગ માંગી વારંવાર માથાકુટ કરે છે. આ મામલે ખાર રાખી રાતે બાર વાગ્‍યે ભાઇ, ભત્રીજાઓએ મારા ઘરે આવી ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. જેના કારણે બંને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. જીજ્ઞેશભાઇ ત્રણ ભાઇ અને અકે બહેનમાં નાના છે અને સંતાનમાં એક દિકરો છે. બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી. 

(2:37 PM IST)