તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
તાલુકા પોલીસના દારૂના ગુનામાં પાંચ મહિનાથી ફરાર જીતેન્દ્ર પકડાયો
એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ. ઝાલા, એએસઆઈ હરપાલસિંહ જાડેજા અને ટીમની કામગીરી

રાજકોટ, તા.૧૪: શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હોઈ. એલસીબી ઝોન ૨ ટીમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લીધો છે.
પોલીસે તથાગતનગર, વાવડી વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે જીત કાંતીભાઇ સોંદરવાને પકડ્યો છે. આ આરોપી રાજકોટ તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું હતું કે તે અગાઉ પણ ડી.સી.બી. પોલીસ સ્ટેશન અને વીરપુર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનાઓમાં સંડોવાયેલો છે.
આ કામગીરી શહેર પોલીસ કમિ‘ર શ્રી બ્રજેશકુમાર ઝા, જેસીપી, ચૈતન્ય મંડલીક ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની સૂચના અંતર્ગત પીએસઆઈ આર.એચ. ઝાલાની આગેવાનીમાં એએસઆઈ. જયંતીભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા તથા પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા અને પો.કોન્સ. કુલદીપસિંહ રાણા તથા શિવભદ્રસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે.
(4:04 PM IST)










