તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 3rd November 2026
જીવદયા ગૃપ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા દિવાળીના તહેવારોમાં વિવિધ સેવા કાર્યો

રાજકોટ : જીવદયા ગ્રુપ રાજકોટ તથા બાપા સીતારામ ગૌ સેવા મંડળના સંયુકત ઉપક્રમે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીનાં દિવસોએ જીવદયા ગ્રુપના મોભી જૈન અગ્રણી જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના શ્રી સમીરભાઈ કામદારના સહકારથી અને વિવિધ દાતાઓના સહયોગથી આશરે ૩૦૦૦ મણ જેટલું (૬૦૦૦૦ કીલો) જેટલો ઘાસચારો ગૌશાળાઓમાં અબોલ જીવોને અર્પણ કરવામાં આવશે.
આ કાર્ય ૫.પૂ. પ્રશમશીલાશ્રીજી મ.સા.ના શિષ્યા, ૫. પૂ. પ્રશમરત્નાશ્રીજી મ.સા.ના શિષ્યા ૫. પૂ. પ્રશમપ્રીણાશ્રીજી મ. સા., ૫. પૂ. પ્રશમરેણાશ્રીજી મ.સા. ૫. પૂ. પ્રશમેશ્વરાશ્રીજી મ.સા. સાનિધ્યમાં જીવદયા કાર્યક્રમનું આયોજન મણિયાર દેરાસરના ઉપાશ્રય ખાતે જીવદયા ઉપર વ્યાખ્યાન તથા જીવદયા કાર્યક્રમ નું આયોજન ૭ નવેમ્બરના સવારે ૮:૩૦ થી ૯:૩૦ દરમ્યાન કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ ના અંતરીક્ષ આશીર્વાદ અને સોનલબાઈ મહાસતીજી નાલંદા ઉપાશ્રયની પ્રેરણા પણ મળેલ છે.
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના સુપુત્ર ઋષભભાઈ વિજયભાઈ રૂપાણી તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહ, બિલ્ડર અતુલભાઈ શેઠ, રોલેક્ષના મનીષભાઈ માદેકા, દીકરાનું ઘર વળદ્ધાશ્રમના મુકેશભાઈ દોશી તથા અનુપમભાઈ દોશી, સુનિલભાઈ વોરા, નલીનભાઈ તન્ના, માંડવી ચોક તપગચ્છ જૈન સંઘના જીતુભાઈ દેસાઈ ચાવાળાના હસ્તે જીવદયા કાર્યક્રમ કરાશે..મણિયાર દેરાસરના પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, અરૂણભાઇ દોશી, જીતુભાઈ ગાંધી, દિપકભાઈ મહેતા, જયંતભાઈ મહેતા, જીગરભાઈ પારેખ, સતીષભાઈ રામસીના, રણજીતભાઈ શાહ, હીરાચંદજી શાહ, પ્રફુલભાઈ દામાણી, પુષ્પકભાઈ જૈન, હરેન્દ્રભાઈ ધંધુકિયા, હર્ષિલભાઈ શાહ, હેમલભાઈ સંઘવી, કેતનભાઈ ગોસલીયા તથા સર્વે કમિટી મેમ્બરનો સહકાર બદલ આભાર માનીએ છીએ. સમગ્ર કાર્યને સફળ બનાવવા જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશ મોદી, વિરેન્દ્ર સંઘવી, નીરવ સંઘવી, ભરત બોરડીયા, હરેશ દોશી, હીમાંશુ ચીનોય, નૈમીષ શાહ(ઓમ સાધર્મિક સેવા સમિતિ), દીનેશ મોદી, અરૂણ નિર્મળ, હીરેન કામદાર, હર્ષદ મહેતા, મેહુલ રવાણી, સોનુભાઈ આદતાણી, સુનીલ દામાણી, જયેશ દામાણી, નેગીભાઈ ધોળિયા, સ્વ. હરેશભાઈ વીંછી પરિવાર, મેહુલ આશરા, કિર્તીભાઈ પારેખ, મીહીર મોદી, હીતેશ દોશી, વિજય દોશી, નિલેશ શાહ, પિપુષ ઉદાણી, વિમલ શેઠ, નીખીલ શાહ, સુનીલ દામાણી, શૈલેષ ઉદાણી, અશ્વીન અજમેરા, હરીશ હરિયાણી, મનોજ પારેખ, દીવ્યેશ કામદાર, યોગેશ મહેતા, ડી એમ જોશી, અજય વખારીયા, રાજેશ પારેખ, જીગર દોમડીયા, મેહુલ સંઘાણી, નીરવ પારેખ, ભરત મહેતા, અશોક ગજેરા, જયસુખ હરસોરા, કલ્પેશ મોડાસરા, દિપક લખતરિયા, બાબુ ભલગામા, મહેશ ધકાણ, સંજય ટાંક, પારસ મોદી, સંધ્યાબેન મોદી,અલ્કા બોરડીયા, હેમા મોદી,હીના સંઘવી, રીટા દોશી, જીજ્ઞા મોદી, આરતી દોશી, હેતલ દોશી, ડિમ્પલ શાહ, રૂબી દોશી, દક્ષા મહેતા, બકુલા શાહ, બીના દોશી, હેમા વોરા, અંકિતા મહેતા, ભારતી દોશી, નીતા કામદાર, જયશ્રી દોમડીયા, કાજલ મીઠાણી, કલાશ્રી દોમડીયા, ભાવીશા બાટવીયા, દીના મોદી, પ્રતિભા મહેતા, ડોલી રવાણી, છાયા શાહ, કેતના વોરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીવદયા ગૃપ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના ભરતભાઇ બોરડીયા, દિનેશભાઇ મોદી, હરેશભાઇ દોશી, મનોજભાઇ પારેખ, જયેશભાઇ દામાણી, અંકીતાબેન મહેતા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(11:02 AM IST)










